Is Mohammed Shami's Test Career Over: વેસ્ટ ઇન્ડીઝ સામેની બે ટેસ્ટ મેચની સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. જોકે, મોહમ્મદ શમીને ફરી એકવાર ટીમમાંથી બહાર રાખવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે, તે હવે ભારતીય ટેસ્ટ ટીમમાંથી લગભગ બહાર થઈ ગયો છે. વેસ્ટ ઇન્ડીઝની ટીમ આવતા મહિને ઓક્ટોબરમાં બે ટેસ્ટ રમવા માટે ભારત આવી રહી છે. 35 વર્ષીય મોહમ્મદ શમીએ ભારત માટે છેલ્લી ટેસ્ટ મેચ જૂન 2023 માં ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC final, The Oval) માં રમી હતી. ફાસ્ટ બોલર શમીએ 64 ટેસ્ટ મેચોમાં 229 વિકેટ લીધી છે. ત્યાર પછી, તે ભારતીય ટીમના ફાસ્ટ બોલિંગ આક્રમણમાં પોતાને સ્થાપિત કરવામાં સતત નિષ્ફળ રહ્યો છે.
શા માટે શમીને ટેસ્ટ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો, શું ઈજાનું કારણ હતું?
મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા અને જસપ્રીત બુમરાહ ઇંગ્લેન્ડ પ્રવાસમાં મુખ્ય ફાસ્ટ બોલર હતા. અર્શદીપ સિંહ પણ પ્રવાસ પર ગયા હતો, જ્યારે અંશુલ કંબોજને પણ ડેબ્યૂ કરવાની તક મળી હતી. હર્ષિત રાણા બેકઅપ ખેલાડી તરીકે ઇંગ્લેન્ડ પ્રવાસ પર ગયો હતો. આનાથી ભારતીય ટીમ યુવા ફાસ્ટ બોલરો તૈયાર કરી રહી છે. શમી હવે 35 વર્ષનો છે, તેથી હાલના WTC ચક્ર (2025-27) ના અંત સુધીમાં તે 37 વર્ષનો થઈ જશે. વધુમાં, ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં શમીનું હાલનુ પ્રદર્શન ખાસ રહ્યું નથી. નોંધનીય છે કે, શમીએ 2023 ના ODI વર્લ્ડ કપમાં સાત મેચોમાં 24 વિકેટો લઈને ધમાલ મચાવી હતી. જોકે, ફેબ્રુઆરી 2024 માં તેની પગની ઘૂંટીની સર્જરી થઈ હતી. ત્યારબાદ, તે લાંબા સમય સુધી ભારતીય ટીમમાંથી ગેરહાજર રહ્યો. જ્યારે તે સ્વસ્થ થયો, ત્યારે તેને ટેસ્ટ મેચ રમવાનો મોકો મળ્યો નહીં. જોકે, તે છેલ્લે ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન ભારત માટે ODI રમ્યો હતો.
અગરકરે સમજાવ્યું કે શા માટે શમીની પસંદગી કરવામાં આવી ન હતી
વેસ્ટ ઇન્ડીઝ સીરિઝ માટે શા માટે શમીની પસંદગી કરવામાં આવી ન હતી તે અંગે પસંદગી સમિતિના અધ્યક્ષ અજિત અગરકરે કહ્યું કે, શમી વિશે હજુ સુધી કોઈ નવી માહિતી નથી. જોકે, તેણે હાલમાં વધુ ક્રિકેટ રમ્યો નથી અને તેને વધુ મેચ રમવાની જરૂર છે.
કયા ખેલાડીઓને તક આપવામાં આવી ન હતી?
કરુણ નાયરને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો છે, જ્યારે દેવદત્ત પડિકલ અને એન. જગદીસનને ટીમમાં સ્થાન મળ્યું છે. પસંદગીકારો દ્વારા સરફરાઝ ખાન અને માનવ સુથારને અવગણવામાં આવ્યા. આ સીરિઝ માટે રવિન્દ્ર જાડેજાને વાઇસ-કેપ્ટન તરીકેની ભૂમિકા ભજવશે. ઋષભ પંતની ઈજાને કારણે જાડેજાને ઉપ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી ટેસ્ટ 2 ઓક્ટોબરથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. બીજી ટેસ્ટ 10 ઓક્ટોબરે રાજધાની દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. ઇંગ્લેન્ડ પ્રવાસ પર એક પણ ટેસ્ટ ન રમનાર અભિમન્યુ ઈશ્વરનને પણ ટીમમાંથી બાકાત કરવામાં આવ્યો છે.
વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરિઝ માટે 15-સભ્યોની ટીમઃ
શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, દેવદત્ત પડિકલ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા (વાઈસ-કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, જસપ્રિત બુમરાહ, અક્ષર પટેલ, નીતિશકુમાર રેડ્ડી, એન જગદીસન (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણ, કુલદીપ યાદવ