logo-img
Indian Team Announced For India A And Irani Cup

India A અને Irani Cup માટે ભારતીય ટીમની જાહેરાત! : Shreyas Iyer અને Rajat Patidar કેપ્ટન, જાણો કઈ ટીમમાં કોણે મળ્યું સ્થાન?

India A અને Irani Cup માટે ભારતીય ટીમની જાહેરાત!
Published by: Offbeat Team
| Last Updated: Sep 25, 2025, 07:12 AM IST

India-A and Rest of India Squads Announced: સિનિયર મેન્સ સિલેક્શન કમિટીએ Australia A સામેની ત્રણ મેચની વન-ડે સીરિઝ માટે India A ટીમ તેમજ ઈરાની કપ માટે Rest of India (ROI) ટીમની પસંદગી કરી છે. India A 30 સપ્ટેમ્બરથી કાનપુરમાં પોતાની મેચ રમશે, જ્યારે Irani Cup 1 ઓક્ટોબરથી નાગપુરમાં Ranji Trophy 2024-25 ના ચેમ્પિયન Vidarbha સામે રમાશે.

પ્રથમ વન-ડે મેચ માટે India A ટીમઃશ્રેયસ અય્યર (C), પ્રભસિમરન સિંઘ (WK), રિયાન પરાગ, આયુષ બદોની, સૂર્યાંશ શેડગે, વિપરાજ નિગમ, નિશાંત સિંધુ, ગુર્જપનીત સિંહ, યુધવીર સિંહ, રવિ બિશ્નોઈ, અભિષેક પોરેલ (WK), પ્રિયાંશ આર્ય, સિમરજીત સિંહ.

બીજી અને ત્રીજી વન-ડે મેચ માટે India A ટીમ:

શ્રેયસ અય્યર (C), તિલક વર્મા (VC), અભિષેક શર્મા, પ્રભસિમરન સિંઘ (WK), રિયાન પરાગ, આયુષ બદોની, સૂર્યાંશ શેડગે, વિપ્રજ નિગમ, નિશાંત સિંધુ, ગુર્જપનીત સિંઘ, યુદ્ધવીર સિંહ, રવિ બિશ્નોઈ, અભિષેક પોરેલ (WK), હર્ષિત રાણા, અર્શદીપ સિંહ.

Rest of India (Irani Cup):રજત પાટીદાર (C), અભિમન્યુ ઈસ્વરન, આર્યન જુયલ (WK), રુતુરાજ ગાયકવાડ (VC), યશ ધૂલ, શેખ રશીદ, ઈશાન કિશન (WK), તનુષ કોટિયન, માનવ સુથાર, ગુરનૂર બ્રાર, ખલીલ અહેમદ, આકાશ દીપ, અંશુલ કંબોજ, સરાંશ જૈન.

નોંધ: Shreyas Iyer એ રેડ-બોલ ક્રિકેટમાંથી છ મહિનાનો વિરામ લેવાના પોતાના નિર્ણયની BCCI ને જાણ કરી છે. UK માં પીઠની સર્જરી કરાવ્યા બાદ અને પોતાની રિકવરી સારી રીતે સંભાળ્યા બાદ, તેને હાલમાં લાંબા ફોર્મેટ રમતી વખતે વારંવાર પીઠમાં ખેંચાણનો અનુભવ થયો છે. તેથી તે આ સમયગાળાનો ઉપયોગ પોતાની ફિટનેસ પર કામ કરવા માટે કરવા ઈચ્છે છે. તેના નિર્ણયને ધ્યાનમાં રાખીને, તેને ઈરાની કપ માટે પસંદગી માટે ધ્યાનમાં લેવામાં આવ્યો નથી.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now