IND vs WI Test Squad: ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝની સામે 2 મેચોની ટેસ્ટ સીરિઝ રમવાની છે. પ્રથમ ટેસ્ટ મેચની શરૂઆત 2 ઓક્ટોબરથી થવાની છે, અને બીજી ટેસ્ટ મેચ 10 ઓક્ટોબરથી રમાવાની છે. પ્રથમ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદમાં અને બીજી ટેસ્ટ મેચ અરુણ જેટલી સ્ટેડિયમ, દિલ્હીમાં રમાવાની છે. જાણો આ બે ટેસ્ટ મેચ માટે કયા કયા ખેલાડીઓને સ્થાન મળ્યું?
કોણે મળ્યું સ્થાન અને કોણ થયું બહાર!
વેસ્ટ ઇન્ડીઝ સામેની બે ટેસ્ટ મેચની ઘરઆંગણે સીરિઝ માટે નીતીશ રેડ્ડી અને દેવદત્ત પડિકલ ભારતીય ટીમમાં પાછા ફર્યા છે. શુભમન ગિલની આગેવાની હેઠળની 15 સભ્યોની ટીમમાં કરુણ નાયર અને અભિમન્યુ ઈશ્વરનને ટીમમાં સ્થાન મળ્યું નથી, જે બંને ખેલાડીઓ ઇંગ્લેન્ડના પ્રવાસ માટે ભારતીય ટીમમાં સામેલ હતા.
ભારતીય ટીમ:
શુભમન ગિલ (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા (વાઇસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કે. એલ. રાહુલ, સાઈ સુદર્શન, દેવદત્ત પડિકલ, ધ્રુવ જૂરેલ (વિકેટકીપર), નારાયણ જગદીશન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, નીતિશકુમાર રેડ્ડી, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણ, કુલદીપ યાદવ