Abhishek Sharma's debut in ODI: અભિષેક શર્મા એશિયા કપ 2025 માં ધમાલ મચાવી રહ્યો છે. તેણે અત્યાર સુધી ચાર મેચમાં 173 રન બનાવ્યા છે, અને સમગ્ર ટુર્નામેન્ટમાં તેનો સ્ટ્રાઇક રેટ 208 નો છે. એવા અહેવાલો છે કે, અભિષેક શર્માને ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણીમાં તક મળી શકે છે. ભારતીય ટીમ આવતા મહિને ત્રણ ODI અને પાંચ T20 મેચ માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની છે. અભિષેક શર્મા આ બંને સીરિઝમાં રમતો જોવા મળી શકે છે. નોંધનીય છે કે, અભિષેક શર્મા એશિયા કપ 2025 માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ છે.
અભિષેક શર્માનો લિસ્ટ-A ના રેકોર્ડ!અભિષેક શર્માનો લિસ્ટ-A માં પણ રેકોર્ડ ઘણો શાનદાર રહ્યો છે, તેણે 61 મેચોમાં 35.33 ની પ્રભાવશાળી એવરેજથી 2014 રન બનાવ્યા છે. જ્યારે ODI ક્રિકેટમાં 90 થી વધુનો સ્ટ્રાઇક રેટ સામાન્ય રીતે સારો માનવામાં આવે છે, ત્યારે અભિષેકે તેની લિસ્ટ-A ની કારકિર્દીમાં 99 થી વધુનો સ્ટ્રાઇક રેટ છે.
અભિષેક શર્મા ODI માં કોના સ્થાને આવશે? મીડિયા રિપોર્ટ અનુસાર, અભિષેક શર્માએ પસંદગીકારોને ખૂબ પ્રભાવિત કર્યા છે. તેના બદલામાં, તેને ઓસ્ટ્રેલિયા સામેની ODI સીરિઝમાં તક મળી શકે છે. જો અભિષેક શર્માને ODI ટીમમાં તક મળે છે, તો તે કોનું સ્થાન લેશે તે પ્રશ્ન ઉભો થવાનો છે. 2027 ODI વર્લ્ડ કપ માટે બ્લુપ્રિન્ટ હજુ પણ તૈયાર થઈ રહી છે, અને વિરાટ કોહલી અને રોહિત શર્મા હજુ પણ 50-ઓવરના ફોર્મેટમાં રમી રહ્યા છે. જો અભિષેક શર્મા ઇનિંગની શરૂઆત કરે છે, તો આ વર્ષની શરૂઆતમાં ઇંગ્લેન્ડ સામે ODI ડેબ્યૂ કરનાર યશસ્વી જયસ્વાલનું સ્થાન પણ જોખમમાં મુકાઈ શકે છે.