દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાન પ્રવાસ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. દક્ષિણ આફ્રિકાની ટીમ તેમના પ્રવાસ દરમિયાન એક ટેસ્ટ, એક વનડે અને એક ટી20 સીરિઝ રમશે. ટેસ્ટ સીરિઝમાં બે મેચ હશે, જ્યારે ટી20 અને એક વનડે સીરિઝમાં ત્રણ-ત્રણ મેચ હશે. દક્ષિણ આફ્રિકાએ ત્રણેય સીરિઝ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. દક્ષિણ આફ્રિકાનો પાકિસ્તાન પ્રવાસ 12 ઓક્ટોબરથી શરૂ થશે.
દક્ષિણ આફ્રિકા ટીમ પાક પ્રવાસ કરશે
દક્ષિણ આફ્રિકાની ટીમ 12 થી 24 ઓક્ટોબર સુધી લાહોર અને રાવલપિંડીમાં રમાનારી બે ટેસ્ટ મેચમાં પોતાના આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ટાઇટલનો બચાવ કરશે. ટેસ્ટ કેપ્ટન ટેમ્બા બાવુમા પગની ઇજાને કારણે સીરિઝમાંથી બહાર થઈ ગયા છે. તેમની ગેરહાજરીમાં એડન માર્કરામને કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. લાંબા વિલંબ પછી સ્પિનર સિમોન હાર્મરને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. સેનુરન મુથુસામી અને પ્રેનેલન સુબ્રાયનને પણ સામેલ કરવામાં આવ્યા છે.
ક્વિન્ટન ડી કોકે નિવૃત્તિ પાછી ખેંચી
ટી20 ટીમની કેપ્ટનશીપ ડેવિડ મિલરને સોંપવામાં આવી છે, જ્યારે ઓડીઆઈ ટીમનું નેતૃત્વ મેથ્યુ બ્રીટ્ઝકે કરશે. સૌથી મોટું આશ્ચર્ય ક્વિન્ટન ડી કોકનું પુનરાગમન છે. તેમણે 2023 વર્લ્ડ કપ પછી વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, પરંતુ હવે તેમણે ફરીથી રમવાનું નક્કી કર્યું છે. ડી કોકને પાકિસ્તાન સામેની ટી20 અને વનડે ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે.
દક્ષિણ આફ્રિકાનો પાકિસ્તાન પ્રવાસનો કાર્યક્રમ
પ્રથમ ટેસ્ટ: 12-16 ઓક્ટોબર, ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર
બીજી ટેસ્ટ: 20-24 ઓક્ટોબર, રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ, રાવલપિંડી
T20 સીરિઝ
પ્રથમ T20 : 28 ઓક્ટોબર, રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ, રાવલપિંડી
બીજી T20 31 ઓક્ટોબર, ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર
ત્રીજી T20 1 નવેમ્બર, ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર
વનડે સીરિઝ
પ્રથમ વનડે: 4 નવેમ્બર, ઇકબાલ સ્ટેડિયમ, ફૈસલાબાદ
બીજી વનડે:6 નવેમ્બર, ઇકબાલ સ્ટેડિયમ, ફૈસલાબાદ
ત્રીજી વનડે: 8 નવેમ્બર, ઇકબાલ સ્ટેડિયમ, ફૈસલાબાદ