આજે ભારત અને પાકિસ્તાન એશિયા કપમાં પોતાનો બીજો મુકાબલો રમશે. આ મેચ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. એન્ડી પાયક્રોફ્ટ મેચ રેફરી રહેશે. પહેલા મુકાબલાને લઈને સર્જાયા હતા અનેક વિવાદ ત્યારે હવે આ મેચ કેવી રહેશે તે જોવાનું રહ્યું.
હાથ મિલાવવાનો વિવાદ
ભારત સામેની પહેલી એશિયા કપ મેચમાં રમતની ભાવનાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવનાર એ જ મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટ ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટુર્નામેન્ટની બીજી મેચમાં અમ્પાયરિંગ કરશે. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને તેના સાથી ખેલાડીઓએ પાકિસ્તાન સામેની પાછલી મેચમાં પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે એક નવો વિવાદ સર્જાયો હતો. ભારતીય ટીમ આ રવિવારે પડોશી દેશ સામે આ નીતિ ચાલુ રાખી શકે છે.
દુબઈ પિચ રિપોર્ટ
ટીમ ઈન્ડિયા આ મેચ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે રમશે. દુબઈ પિચની વાત કરીએ તો, પિચે અત્યાર સુધી બોલરો અને બેટ્સમેન બંને માટે સમાન તકો પૂરી પાડી છે. સ્પિનરો આ પિચ પર પ્રભુત્વ મેળવી શકે છે. મેચની બીજી ઇનિંગમાં બેટિંગ સરળ રહેશે. આવી સ્થિતિમાં, ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરશે. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન સામેની પાછલી મેચમાં પણ પહેલા બોલિંગ કરી હતી અને તે મેચ જીતી હતી. બોલરોને વધારે સ્પોર્ટ કરે છે પિચ.
બંને ટીમો નીચે મુજબ
ભારત: અભિષેક શર્મા, શુભમન ગિલ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ
પાકિસ્તાન: સાહિબજાદા ફરહાન (વિકેટકીપર), સૈમ અયુબ, ફખર ઝમાન, આઘા સલમાન (કેપ્ટન), હસન નવાઝ, ખુશદિલ શાહ, મોહમ્મદ હરિસ, મોહમ્મદ નવાઝ, શાહીન શાહ આફ્રિદી, હરિસ રૌફ, અબરાર અહેમદ