logo-img
Indw Vs Ausw Smriti Mandhana Hits Fastest Century Against Australia In Womens Odi Cricket

INDW vs AUSW ; Smriti Mandhana નું બેટ ચાલ્યું : ઓસ્ટ્રેલિયા સામે સૌથી ઝડપી સદી ફટકારી

INDW vs AUSW ; Smriti Mandhana નું બેટ ચાલ્યું
Published by: Offbeat Team
| Last Updated: Sep 17, 2025, 12:28 PM IST

Smriti Mandhana Century : બુધવારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાનાનું બેટ ધૂમ મચાવ્યું. મુલ્લાનપુર મેદાન પર ઓસ્ટ્રેલિયા સામેની બીજી વનડેમાં તેને તોફાની સદી ફટકારી. મંધાનાએ 91 બોલમાં 117 રન બનાવ્યા, જેમાં 14 ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થાય છે. તેને 77 બોલમાં સદી પૂરી કરીને ઇતિહાસ રચ્યો. તે મહિલા વનડે ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા સામે સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી બની ગઈ છે. આ સાથે જ, મંધાનાએ ભારત માટે બીજી સૌથી વધુ સદી ફટકારી છે. ભારત માટે સૌથી ઝડપી સદીનો રેકોર્ડ પણ મંધાનાના નામે નોંધાયેલો છે. આયર્લેન્ડ સામેની આ વનડે મેચમાં તેને 70 બોલમાં સદી ફટકારી હતી.

મંધાનાએ તાહલિયા મેકગ્રાથ દ્વારા ફેંકાયેલી 29મી ઓવરના પહેલા બોલ પર ફોર ફટકારીને પોતાની 12મી ODI સદી પૂર્ણ કરી. તે મહિલા ODI ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડીઓની લિસ્ટમાં સંયુક્ત ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. તેના સિવાય ઇંગ્લેન્ડની બેટ્સમેન ટૈમી બ્યુમોન્ટે પણ 12 સદી ફટકારી છે. મહિલા ODIમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન મેગ લેનિંગના નામે છે. લેનિંગે તેની કરિયરમાં કુલ 15 સદી ફટકારી હતી. આ લિસ્ટમાં તેના પછી ન્યૂઝીલેન્ડની દિગ્ગજ ક્રિકેટર સુઝી બેટ્સ છે. બેટ્સે 13 સદી ફટકારી છે.

મહિલા વનડે ભારત માટે સૌથી ઝડપી સદી

70 - સ્મૃતિ મંધાના વિરુદ્ધ આયર્લેન્ડ, રાજકોટ, 2025

77 - સ્મૃતિ મંધાના વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, મુલ્લાનપુર, 2025

82 - હરમનપ્રીત કૌર વિરુદ્ધ ઇંગ્લેન્ડ, ચેસ્ટર-લે-સ્ટ્રીટ, 2025

87 - હરમનપ્રીત કૌર વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, બેંગલુરુ, 2024

89 - જેમીમા રોડ્રિગ્સ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, કોલંબો, 2025

ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમને મંધાનાએ સારી શરૂઆત અપાવી. તેને પ્રતિકા રાવલ (25) સાથે 70 રનની ભાગીદારી કરી. પ્રતિકા 12મી ઓવરમાં આઉટ થઈ ગઈ. મંધાનાએ હાર્લી દેઓલ (10) સાથે બીજી વિકેટ માટે 49 રન ઉમેર્યા. હરલીન 19મી ઓવરમાં પેવેલિયન પરત ફરી. આ પછી, સ્ટાર ઓપનરે કેપ્ટન હરમનપ્રીત કૌર સાથે ત્રીજી વિકેટ માટે 33 રનની ભાગીદારી કરી. હરમન 17 રન બનાવ્યા પછી 26મી ઓવરમાં પોતાની વિકેટ ગુમાવી દીધી. બીજી તરફ, મંધાના 33મી ઓવરમાં તાહલિયાનો શિકાર બની. તે એશ્લે ગાર્ડનરના હાથે કેચ થઈ ગઈ.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now