એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન 14 સપ્ટેમ્બરે દુબઈમાં એકબીજા સામે ટકરાશે. ઓપરેશન સિંદૂર પછી, બંને ટીમો પહેલી વાર એકબીજા સામે ટકરાશે. આ મેચને લઈને ભારતમાં ઘણો વિરોધ થઈ રહ્યો છે. કેટલાક લોકો આ મેચ રદ કરવાની માંગ કરી રહ્યા છે. દરમિયાન, ટીમ ઈન્ડિયાના કોચે પહેલી વાર આ મુદ્દે મૌન તોડ્યું છે.
ટીમ ઈન્ડિયાના કોચે તોડ્યું મૌન
ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ સિતાશુ કોટકે કહ્યું કે, આ ટીમ ઈન્ડિયાનું ધ્યાન પાકિસ્તાન સામે સારું પ્રદર્શન કરવા પર છે. ખેલાડીઓ બીજી કોઈ વાત પર ધ્યાન આપી રહ્યા નથી.તેમણે વધુમાં કહ્યું, “આ મામલે BCCI જે કહેશે તે અમે કરીશું" પાકિસ્તાન સામે રમવાનો નિર્ણય સરકાર અને BCCI દ્વારા લેવામાં આવ્યો છે. અમે અહીં ફક્ત રમવા માટે આવ્યા તેમણે કહ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે હંમેશા કઠિન સ્પર્ધા રહે છે.
મેચને લઈને ભારતમાં ખુબ વિરોધ
પાકિસ્તાન સામેની મેચને લઈને ભારતમાં ખુબ વિરોધ થઈ રહ્યો છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. આ ઓપરેશન હેઠળ પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીનો નાશ કર્યો હતો. ત્યારથી બંને દેશો વચ્ચે તણાવ ચાલી રહ્યો છે.