logo-img
Rohit Sharma Gives A Big Hint Amid Retirement Talk

રિટાયરમેન્ટની ચર્ચા વચ્ચે Rohit Sharma એ આપી મોટી હિન્ટ : સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરી આપ્યા મોટા સંકેત

રિટાયરમેન્ટની ચર્ચા વચ્ચે Rohit Sharma એ આપી મોટી હિન્ટ
Published by: Offbeat Team
| Last Updated: Sep 12, 2025, 11:38 AM IST

ભારતીય ટીમ હાલમાં એશિયા કપ 2025 રમવામાં વ્યસ્ત છે. ત્યારે ટીમ ઈન્ડિયાના ચાહકો ઓક્ટોબર મહિનામાં ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની ODI શ્રેણી શરૂ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેની પાછળનું સૌથી મોટું કારણ ODI કેપ્ટન રોહિત શર્મા (Rohit sharma) અને વિરાટ કોહલી છે, જેમણે આ વર્ષની શરૂઆતમાં યોજાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાનો છેલ્લો આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા હતા. હવે રોહિતે પોતે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને મોટા સંકેત આપ્યા હતા.

રોહિત સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરી આપ્યા સંકેત

ટીમ ઈન્ડિયા આવતા મહિને ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરવાની છે જ્યાં ત્રણ મેચની ODI શ્રેણી રમાશે, આ માટે રોહિત શર્માએ તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેમાં તેણે નેટ પર બેટિંગ પ્રેક્ટિસ કરતી વખતે તેનો વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયો પોસ્ટ કરતી વખતે, રોહિતે કેપ્શનમાં લખ્યું છે કે હું ફરીથી અહીં છું, ખરેખર સારું લાગે છે. ભારતીય ટીમે 19 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણીની પહેલી મેચ રમવાની છે. આવી સ્થિતિમાં, રોહિત શર્માનું આ શ્રેણીમાં રમવું નિશ્ચિત માનવામાં આવી શકે છે, જેમાં તે કેપ્ટનશીપની જવાબદારી સંભાળતો જોવા મળશે.

ઓસ્ટ્રેલિયા A સામે રોહિત રમે તેવી સંભાવના

ભારતના પ્રવાસ પર આવી રહેલી ઓસ્ટ્રેલિયા A ટીમે 2 બિનસત્તાવાર ટેસ્ટ મેચ રમવાની છે, ત્યારે તે આ પ્રવાસ પર ત્રણ મેચની ODI શ્રેણી પણ રમશે. મળતી માહિતી અનુસાર આ શ્રેણીમાં રોહિત શર્માને રમતો જોવા મળી શકે છે. રોહિત શર્માની વાત કરીએ તો 2024 T20 વર્લ્ડ કપ જીત્યા પછી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ ઉપરાંત 7 મે 2025 ના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી પણ નિવૃત્તિની જાહેરાત કરી હતી.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now