Asia Cup 2025: 9 સપ્ટેમ્બરથી શરૂ થતી આ આઠ ટીમોની ટુર્નામેન્ટ 28 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. ભારત ડિફેન્ડિંગ ચેમ્પિયન છે અને તેનો નવમો એશિયા કપ ટુર્નામેન્ટ જીતવા ઉત્સુક છે, બીજી તરફ, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને અન્ય ટીમો પહેલીવાર ટ્રોફી જીતવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. ટુર્નામેન્ટમાં આઠ ટીમો છે - ભારત, પાકિસ્તાન, ઓમાન, યુએઈ, શ્રીલંકા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને હોંગકોંગ. જાણો ટીમ અને ફોર્મના આધારે કઈ 3 ટીમો એશિયા કપ જીતવા માટે મજબૂત દાવેદાર લાગે છે.
ભારતસૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળની ટીમ ઈન્ડિયા ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે રમશે. ભારતીય ટીમનું ફોર્મ શાનદાર રહ્યું છે, તેણે છેલ્લી 40 T20 મેચમાંથી 35 મેચોમાં જીત મળવી છે. ટીમ ઈન્ડિયા T20 રેન્કિંગમાં નંબર-1 છે, જ્યારે સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળની ભારતીય ટીમ છેલ્લા એક વર્ષમાં એક પણ ટી20 સીરિઝ હાર્યું નથી. ટીમમાં હાર્દિક પંડ્યા, શુભમન ગિલ અને જસપ્રીત બુમરાહ જેવા ટોપના ખેલાડીઓ પણ ભારતને એશિયા કપમાં જીત માટે મજબૂત દાવેદાર સાબિત કરી રહી છે.
શ્રીલંકા6 વખતનું એશિયા કપ ચેમ્પિયન શ્રીલંકા પણ આ પાછળ નથી. તે 2022 ની ટાઇટલ જીતનું પુનરાવર્તન કરવાનો પ્રયાસ કરશે. ટીમમાં પથુમ નિસાન્કા, કુસમ મેન્ડિસ, કમિન્ડુ મેન્ડિસ જેવા મજબૂત બેટ્સમેન હોવાથી, શ્રીલંકા કોઇથી ઓછી નથી. અને કેપ્ટન ચારિથ અસલંકા પણ ટીમનું ખૂબ સારી રીતે નેતૃત્વ કરી રહ્યા છે. શ્રીલંકા પણ તેનું સાતમું એશિયા કપ ટાઇટલ જીતવાનો મોટો દાવેદાર છે.
બાંગ્લાદેશલિટન દાસે બાંગ્લાદેશ T20 ટીમના કેપ્ટન તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારથી, તેના પ્રદર્શનમાં સુધારો થયો છે. બાંગ્લાદેશ T20 રેન્કિંગમાં દસમા ક્રમે રહેલી ટીમ હોઈ શકે છે, પરંતુ લિટન દાસની કેપ્ટનશીપ હેઠળ, બાંગ્લાદેશ છેલ્લી 8 T20 મેચોમાં ફક્ત એક જ વાર હાર્યું છે. આ વખતે સારા ફોર્મથી ખેલાડીઓનું મનોબળ વધ્યું હશે. એશિયા કપ 2012 અને 2018 માં બાંગ્લાદેશ ટીમ ફાઇનલમાં પહોંચી હતી.
પાકિસ્તાનથોડા મહિના પહેલા સુધી પાકિસ્તાન ટીમ ખૂબ જ ખરાબ હાલતમાં હતી. તે ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, ન્યુઝીલેન્ડ અને પછી બાંગ્લાદેશ સામે T20 સીરિઝ હારી ગઈ હતી. પરંતુ સલમાન આગા કેપ્ટન બન્યા પછી, ટીમની T20 મેચોના પરિણામોમાં થોડો સુધારો થયો છે. પાકિસ્તાન ટીમે છેલ્લી ચાર T20 શ્રેણીમાંથી ત્રણ જીતી છે અને હાલમાં તેણે ત્રિકોણીય સીરિઝમાં જીત મેળવી છે. ખાસ કરીને લેફ્ટ હેન્ડેડ સ્પિન બોલર મોહમ્મદ નવલે ત્રિકોણીય સીરિઝમાં 10 વિકેટ લઈને શાનદાર પ્રદર્શન કર્યું હતું. UAE ની પીચો પર પાકિસ્તાન ટીમને તેની પાસેથી ઘણી અપેક્ષાઓ રહેશે.