logo-img
Atsman Hits 197 Runs 16 Fours 2 Sixes Replacement For Pant Jurel

શું પંત અને જુરેલની જગ્યા લેશે આ ખેલાડી? : 16 ચોગ્ગા અને 2 સિક્સરની મદદથી એક મેચમાં ફટકાર્યા 197 રન

શું પંત અને જુરેલની જગ્યા લેશે આ ખેલાડી?
Published by: Offbeat Team
| Last Updated: Sep 06, 2025, 06:03 AM IST

દુલીપ ટ્રોફીમાં સાઉથ ઝોન અને નોર્થ ઝોન વચ્ચે પહેલી સેમિફાઇનલ મેચ ચાલી રહી છે. જ્યાં મેચના બીજા દિવસે (5 સપ્ટેમ્બર), નારાયણ જગદીશને પોતાની ઇનિંગમાં રંગ જમાવ્યો હતો. સાઉથ ઝોન માટે રમતા વિકેટકીપર બેટર નારાયણ જગદીશને 352માં 197 રન બનાવ્યા છે. તેની ઇનિંગમાં 16 ચોગ્ગા અને 2 છગ્ગાનો પણ સમાવેશ થાય છે. જોકે, તેમાં ખાસ વાત એ રહી કે, તેણે જે ધીરજ અને આત્મવિશ્વાસ સાથે બેટિંગ કરી હતી, તેમાં જોવા મળ્યું કે, આવનારા દિવસોમાં ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ વિકેટકીપર માટે મોટું ઓપ્શન રહેશે.

પંતને હજુ રિપ્લેસ કરવો ઘણો મુશ્કેલ

ત્યારે જુરેલ અને પંત બંનેને જગદીશન સાથે લડતા જોવા મળ્યા છે. જોકે, પંતને હજુ રિપ્લેસ કરવો ઘણો મુશ્કેલ છે. પરંતુ જગદીશન વિકેટકીપર્સને બેન્ચ સ્ટ્રેન્થમાં તો સામેલ જ છે. જગદીશન આઈપીએલમાં કોલકતા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ જેવી ટીમોમાં રમી ચૂક્યો છે. જોકે, અહીં તેમનો રેકોર્ડ ઘરેલુ ક્રિકેટ જેટલો પ્રભાવશાળી નહોતો.

જગદીશનનો ફર્સ્ટ ક્લાસ રેકોર્ડ

29 વર્ષીય જગદીશને ફર્સ્ટ ક્લાસ (FC)ક્રિકેટમાં 53 મેચ રમી છે અને 80 ઈનિગ્સમાં 3570 રન બનાવી અણનમ રહ્યો છે. આ દરમિયાન તેમની એવરેજ 49.58 અને સ્ટ્રાઈક રેટ 62.40 રહી હતી. તો તેનો બેસ્ટ સ્કોર 321 રહ્યો છે. તેણે 10 સદી અને 14 અડધી સદી ફટકારી છે અને તેના નામે 133 કેચ અને 14 સ્ટમ્પિંગ નોંધાયેલા છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now