logo-img
Joe Root Creates History In Odis Breaks Eoin Morgans Big Record

Joe Root એ ODI માં ઇતિહાસ રચ્યો : Eoin Morgan નો મોટો રેકોર્ડ તોડ્યો!

Joe Root એ ODI માં ઇતિહાસ રચ્યો
Published by: Offbeat Team
| Last Updated: Sep 05, 2025, 11:09 AM IST

Joe Root: ઇંગ્લેન્ડે લોર્ડ્સના મેદાન પર સાઉથ આફ્રિકા સામે સીરિઝની બીજી ODI 5 રનથી હારી ગઈ છે. આ હાર સાથે, ઇંગ્લેન્ડે ત્રણ મેચની સીરિઝ પણ ગુમાવી દીધી છે. ઇંગ્લેન્ડને જીતવા માટે 331 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમે 9 વિકેટ ગુમાવીને ફક્ત 325 રન જ બનાવી શક્યા. જ્યારે જો રૂટ અને જેકબ બેથેલ બેટિંગ કરી રહ્યા હતા, ત્યારે એવું લાગતું હતું કે, ઇંગ્લેન્ડ પોતાનું સન્માન બચાવશે, પરંતુ એવું બન્યું નહીં. કોર્બિન બોશે બેથેલને આઉટ કર્યો અને કેશવ મહારાજે રૂટને આઉટ કરીને આફ્રિકન ટીમને રમતમાં પાછી લાવી. બેથેલ 58 રન બનાવીને આઉટ થયો, જ્યારે જો રૂટે 61 રન બનાવ્યા. આ સમય દરમિયાન જો રૂટે પણ એક શાનદાર રેકોર્ડ બનાવ્યો.

Joe Root નો મોટો રેકોર્ડ (Joe Root એ Eoin Morgan નો રેકોર્ડ તોડ્યો)

Nandre Burger ના બોલ પર એક સિંગલ લઈને Joe Root એ પોતાનો અર્ધ શતક પૂર્ણ કરતાની સાથે જ તે ઇંગ્લેન્ડ માટે ODI માં સૌથી વધુ અર્ધ શતક ફટકારનાર બેટ્સમેન બની ગયો. તેણે Eoin Morgan ને પાછળ છોડી દીધો. Morgan એ 225 મેચમાં 42 હાફ સેંચુરી ફટકારી હતી. જ્યારે Joe Root ની આ 43 મી ODI હાફ સેંચુરી હતી. Joe Root એ ઇંગ્લેન્ડ માટે 182 ODI માં 48.98 ની એવરેજથી 7201 રન બનાવ્યા છે. આ દરમિયાન, Root એ 18 સેંચુરી પણ ફટકારી છે. તમને જણાવી દઈએ કે, Root પહેલાથી જ ઇંગ્લેન્ડ માટે ODI માં સૌથી વધુ વખત 50 કે તેથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે.

ઇંગ્લેન્ડે સીરિઝ ગુમાવી

બીજી ODI માં ઇંગ્લેન્ડને 5 રનથી હરાવીને, સાઉથ આફ્રિકાએ સીરિઝમાં 2-0 ની અજેય લીડ મેળવી છે. 1998 પછી સાઉથ આફ્રિકાનો ઇંગ્લેન્ડમાં આ પ્રથમ વનડે સીરિઝ વિજય છે. લંડનમાં ગુરુવારે મોડી રાત્રે સમાપ્ત થયેલી બીજી વનડે મેચની વાત કરીએ તો, ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા આવેલા સાઉથ આફ્રિકાએ 8 વિકેટ ગુમાવીને 330 રન ફટકાર્યા હતા. એડન માર્કરામ અને રાયન રિકેલ્ટને ટીમને શાનદાર શરૂઆત અપાવી. બંને બેટ્સમેન વચ્ચે 13.1 ઓવરમાં 73 રનની ભાગીદારી થઈ. રિકેલ્ટન 33 બોલમાં 35 રન બનાવીને આઉટ થઈ ગયો.

Matthew Breetzke અને Tristan Stubbs ની ભાગીદારી

ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા કેપ્ટન ટેમ્બા બાવુમા માત્ર 4 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. માર્કરામે 64 બોલમાં 1 છગ્ગા અને 6 ચોગ્ગાની મદદથી 49 રન ફટકાર્યા હતા. શાનદાર શરૂઆત છતાં, સાઉથ આફ્રિકાની ટીમ 19 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ માત્ર 93 રન જ બનાવી શકી હતી. અહીંથી Matthew Breetzke એ Tristan Stubbs સાથે ચોથી વિકેટ માટે 147 રનની ભાગીદારી કરીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી. બ્રિત્ઝકે 77 બોલમાં 85 રન બનાવીને આઉટ થયો. તેની ઇનિંગમાં 3 છગ્ગા અને 7 ચોગ્ગાનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત, સ્ટબ્સે 58 રનનું યોગદાન આપ્યું, જ્યારે Dewald Brevis એ 42 રનનું યોગદાન આપ્યું.

Jos Buttler, Joe Root અને Jacob Bethell નું પ્રદર્શન

જવાબમાં ઇંગ્લેન્ડ નિર્ધારિત ઓવરમાં 9 વિકેટ ગુમાવીને ફક્ત 325 રન જ બનાવી શક્યું. જોસ બટલર અને જો રૂટે 61-61 રન બનાવ્યા, જ્યારે જેકબ બેથેલે 58 રનની ઇનિંગ રમી, પરંતુ તે ઇંગ્લેન્ડને જીત અપાવી શક્યું નહીં. સાઉથ આફ્રિકા માટે Nandre Burger એ ત્રણ વિકેટ લીધી. કેશવ મહારાજને બે સફળતા મળી હતી.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now