IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા ની વચ્ચે 19 ઓક્ટોબર થી 3 મેચની ODI સીરિઝ ચાલુ થશે. આ ODI સીરિઝ પહેલા ઓસ્ટ્રેલિયા ટીમને એક મોટો ઝટકો મળ્યો છે. પેટ કમિન્સ ઓક્ટોબરમાં ભારત સામેની ODI શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. ક્રિકેટ ચાહકો માટે આ એક મોટો ઝટકો છે. ઓસ્ટ્રેલિયા ક્રિકેટે પુષ્ટિ આપી છે કે, કમિન્સ ન્યૂઝીલેન્ડ અને ભારત સામે આગામી મર્યાદિત ઓવરની મેચોમાં રમશે નહીં.
શું કારણ હોઇ શકે?
પેટ કમિન્સ માટેનો આ નિર્ણય કમરના દુખાવાને કારણે લેવામાં આવ્યો છે, અને ODI સીરિઝ પછી ઓસ્ટ્રેલિયાને ઇંગ્લેન્ડ સામે એશિઝ સીરિઝ રમવાની છે. આ નિર્ણય એશિઝ સીરિઝને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. કમિન્સે છેલ્લે આ વર્ષે જુલાઈમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ મેચ રમી હતી. ઓસ્ટ્રેલિયા પાસે હજુ પણ જોશ હેઝલવુડ, મિશેલ સ્ટાર્ક, સ્કોટ બોલેન્ડ સાથે મજબૂત ફાસ્ટ બોલિંગ આક્રમણ છે.
કમિન્સ ક્યારે ફિટ થશે?
ઓસ્ટ્રેલિયા ક્રિકેટે કમિન્સ વિશે કહ્યું કે, "ફાસ્ટ બોલર તેના કમરના દુખાવાની ટ્રીટમેન્ટ ચાલુ છે, અને એશિઝ સીરિઝ સુધીમાં ફિટ થવાનો પ્રયત્ન કરશે. કમિન્સની આ ઈજાને "સ્ટ્રેસ ફ્રેક્ચર" તરીકે વર્ણવવામાં આવી નથી, પરંતુ સારવાર વ્યાવસાયિકોએ નક્કી કરવું પડશે કે, કમિન્સની પીઠ એશિઝ સીરિઝનો સામનો કરી શકશે કે નહીં, આ સીરિઝમાં સાત અઠવાડિયામાં 5 ટેસ્ટ મેચ રમવાની છે. કમિન્સ તેના આંતરરાષ્ટ્રીય કારકિર્દીના પહેલા છ વર્ષમાં સ્ટ્રેસ ફ્રેક્ચરથી પીડાતો હતો.
ભારત-ઓસ્ટ્રેલિયા (ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે ODI અને T20 શ્રેણીનું સમયપત્રક, 2025)
ઓક્ટોબરમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ત્રણ ODI અને 5 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમવા જઈ રહી છે. ODI શ્રેણીની પહેલી મેચ 19 ઓક્ટોબરે રમાશે. બીજી મેચ 23 ઓક્ટોબરે અને ત્રીજી મેચ 25 ઓક્ટોબરે રમાશે. અને ભારતીય ટીમ T20 શ્રેણીમાં પાંચ ODI રમશે. જે 29 ઓક્ટોબરથી શરૂ થશે.