logo-img
Know Mitchell Starcs T20i Career Records

Mitchell Starc ના T20I કેરિયરના રેકોર્ડ્સ જાણો! : Starc T20I માંથી રિટાયરમેન્ટનો નિર્ણય કેમ લીધો?

Mitchell Starc ના T20I કેરિયરના રેકોર્ડ્સ જાણો!
Published by: Offbeat Team
| Last Updated: Sep 02, 2025, 06:58 AM IST

Mitchell Starc: ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે T20I ક્રિકેટમાંથી રિટાયરમેન્ટની જાહેરાત કરી છે. 35 વર્ષીય સ્ટાર્કે કહ્યું કે, તેણે ભારતના ટેસ્ટ પ્રવાસ, એશિઝ અને 2027 ODI વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. મિશેલ સ્ટાર્ક જૂન 2024 માં ભારત સામે પોતાની છેલ્લી T20I મેચ રમ્યો હતો. મિશેલ સ્ટાર્કે કહ્યું, "ટેસ્ટ ક્રિકેટ હંમેશા મારી પ્રાથમિકતા રહી છે. મેં ઓસ્ટ્રેલિયા માટે રમેલી દરેક T20 મેચનો દરેક મિનિટનો આનંદ માણ્યો, ખાસ કરીને 2021 વર્લ્ડ કપમાં. ફક્ત એટલા માટે નહીં કે અમે ટાઇટલ જીત્યું, પરંતુ એટલા માટે કે અમારી ટીમ શાનદાર હતી અને તે દરમિયાન અમને ખૂબ મજા આવી."

મિશેલ સ્ટાર્ક T20I કારકિર્દી

સ્ટાર્કે સપ્ટેમ્બર 2012 માં પાકિસ્તાન સામે T20I ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેની છેલ્લી T20I મેચ ભારત સામે છે, સ્ટાર્કે 24 જૂન, 2024 માં તેની છેલ્લી T20I મેચ રમી હતી. 12 વર્ષની કારકિર્દીમાં, મિશેલ સ્ટાર્કે 65 T20I મેચો રમ્યા હતા, જેમા સ્ટાર્કે 1458 બૉલમાં 79 વિકેટ લઈને, 1881 રન આપ્યા છે. બોલિંગ એવરેજની વાત કરીએ તો, સ્ટાર્કની બોલિંગ એવરેજ 23.81 અને ઇકોનોમી 7.74 ની હતી.

મિશેલ સ્ટાર્કે T20I માંથી રિટાયરમેન્ટ લેવાનું શું કારણ?

ઓસ્ટ્રેલિયાનું આગામી વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં વ્યસ્ત શેડ્યૂલ છે. આમાં બાંગ્લાદેશ સામે T20 સીરિઝ, સાઉથ આફ્રિકાનો પ્રવાસ, ન્યુઝીલેન્ડ સામે 4 મેચની સીરિઝનો સમાવેશ થાય છે. જાન્યુઆરી 2027માં ઓસ્ટ્રેલિયા ભારતના પ્રવાસ પર 5 ટેસ્ટ મેચોની સીરિઝ રમશે, જે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ રહેશે. ત્યાર પછી, સાઉથ આફ્રિકા, નામિબિયા અને ઝિમ્બાબ્વેમાં ODI વર્લ્ડ કપ 2027 આયોજન થવાનું છે, જેમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે પ્રવેશ કરશે. સ્ટાર્કે ટેસ્ટ અને ODI ને પ્રાથમિકતા આપતા T20 ને અલવિદા કહેવાનો નિર્ણય લીધો છે.


ઓસ્ટ્રેલિયા પસંદગી સમિતિના અધ્યક્ષ જ્યોર્જ બેઇલીએ શું કહ્યું?

મિશેલ સ્ટાર્કે કહ્યું, "ભારતીય ક્રિકેટ ટીમ સામે ટેસ્ટ સીરિઝ, એશિઝ અને પછી 2027 માં ODI વર્લ્ડ કપ. મને લાગે છે કે, આ યોગ્ય સમય છે કે, હું ફિટ રહીને આ ટુર્નામેન્ટોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકું." સ્ટાર્કે એમ પણ કહ્યું કે, આનાથી નવા બોલિંગ યુનિટને 2026 માં યોજાનાર T20 વર્લ્ડ કપ માટે તૈયારી કરવા માટે પૂરતો સમય મળશે. ઓસ્ટ્રેલિયા પસંદગી સમિતિના અધ્યક્ષ જ્યોર્જ બેઇલીએ કહ્યું: "સ્ટાર્કને ઓસ્ટ્રેલિયા માટેના તેના T20 કારકિર્દી પર ખૂબ ગર્વ હોવો જોઈએ. તે 2021 વર્લ્ડ કપ વિજેતા ટીમનો એક મહત્વપૂર્ણ સભ્ય હતો. સારી વાત એ છે કે, તે લાંબા સમય સુધી ટેસ્ટ અને ODI ક્રિકેટ રમવાની યોજના ધરાવે છે."

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now