Ruturaj Gaikwad, Duleep Trophy: દુલીપ ટ્રોફીની બીજી સેમિફાઇનલ મેચ આજથી (4 સપ્ટેમ્બર, 2025) બેંગલુરુમાં વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોન વચ્ચે રમાઈ રહી છે. જ્યાં વેસ્ટ ઝોન તરફથી ભાગ લઈ રહેલા રુતુરાજ ગાયકવાડે સેંચુરી ફટકારી છે. તેની સેંચુરીની ખૂબ પ્રશંસા થઈ રહી છે. કારણ કે જ્યારે તે મેદાન પર બેટિંગ કરવા આવ્યો ત્યારે વેસ્ટ ઝોનની ટીમ માત્ર 10 રનના સ્કોરે બે મહત્વપૂર્ણ વિકેટ ગુમાવ્યા બાદ સંઘર્ષ કરી રહી હતી.
ટીમનું પર્ફોર્મન્સ
વેસ્ટ ઝોન ટીમની કંગાળ શરૂઆત થઈ, જેમા Yashasvi Jaiswal માત્ર 4 રન બનાવીને Khaleel Ahmed ના બોલ પર LBW આઉટ થઈ ગયો. Harvik Desai પણ માત્ર 1 રન પર આઉટ થઈ ગયો. Aarya Desai એ 39 રન બનાવીને આઉટ થઈ ગયો. Ruturaj Gaikwad 157 બૉલમાં 121 રને નોટઆઉટ છે, જેમા 16 ચોગ્ગા ફટકાર્યા છે. Shreyas Iyer પણ માત્ર 25 રન બનાવીને આઉટ થઈ ગયો. Shams Mulani પણ 18 રને સ્ટમ્પ્સ થઈ ગયો. Tanush Kotian એ 26 રન ફટકારીને હાલ Tea Break સુધી નોટઆઉટ રહ્યો છે. Ruturaj Gaikwad ની આ સેંચુરી એટલા માટે ખાસ છે કારણ કે, જ્યારે તે બેટિંગ કરવા આવ્યો ત્યારે વેસ્ટ ઝોનની ટીમ માત્ર 10 રનના સ્કોરે બે મહત્વપૂર્ણ વિકેટ ગુમાવ્યા પછી સંઘર્ષ કરી રહી હતી.
Ruturaj Gaikwad ની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેરિયર
Ruturaj Gaikwad ની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેરિયર વિશે વાત કરીએ તો, ભારત માટે 6 ODI મેચમાં 115 રન ફટકાર્યા છે, અને 23 T20I મેચની 20 ઇનિંગ્સમાં 633 રન ફટકાર્યા છે. આ દરમિયાન, તેણે ODI માં 19.17 ની એવરેજ અને 73.25 ના સ્ટ્રાઈક રેટથી રન ફટકાર્યા છે, અને 20 T20I ઇનિંગ્સમાં 39.56 ની એવરેજથી અને 143.54 ના સ્ટ્રાઈક રેટથી રન ફટકાર્યા છે. ગાયકવાડે T20I માં એક સેંચુરી અને ચાર હાફ સેંચુરી ફટકારી છે, અને ODI માં એક અર્ધ શતક છે.