Asia Cup 2025: એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેનારી તમામ 8 ટીમોની ટીમ જાહેર કરવામાં આવી છે. ગુરુવારે (4 સપ્ટેમ્બરે) સંયુક્ત આરબ અમીરાત (UAE) એ પણ પોતાની ટીમની જાહેરાત કરી છે. UAE ની ટીમના કેપ્ટન મુહમ્મદ વસીમ હશે. એશિયા કપ 9 થી 28 સપ્ટેમ્બર દરમિયાન સંયુક્ત આરબ અમીરાતના બે શહેરો, અબુ ધાબી અને દુબઈમાં રમાશે. આ વખતે આ ટુર્નામેન્ટ T20 ફોર્મેટમાં રમાશે. આવતા વર્ષે ભારત અને શ્રીલંકામાં યોજાનારા T20 વર્લ્ડ કપની તૈયારીઓની દ્રષ્ટિએ આ ટુર્નામેન્ટ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.
ભારતીય ટીમઃ સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, જીતેશ શર્મા (વિકેટકીપર), અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), હર્ષિત રાણા, રિંકુ સિંહ.
અફઘાનિસ્તાન: રાશીદ ખાન (કેપ્ટન), રહેમાનુલ્લા ગુરબાઝ, ઈબ્રાહિમ ઝદરાન, દરવિશ રસુલી, સિદીકુલ્લાહ અટલ, અઝમતુલ્લા ઉમરઝાઈ, કરીમ જનત, મોહમ્મદ નબી, ગુલબદ્દીન નાયબ, શરાફુદ્દીન અશરફ, મોહમ્મદ ઈશાક, મુજીબ ઉર રહેમાન, અલ્લાહ ગઝનફર, નૂર અહેમદ, ફરિદ મલિક, નવીન ઉલ હક, ફઝલહક ફારૂકી.
બાંગ્લાદેશ: લિટન દાસ (કેપ્ટન), તન્જીદ હસન, પરવેઝ હુસૈન ઈમોન, સૈફ હસન, તૌહીદ હૃદોય, જેકર અલી અનિક, શમીમ હુસૈન, કાઝી નુરુલ હસન સોહન, મહેદી હસન, રિશાદ હુસૈન, નસુમ અહેમદ, મુસ્તફિઝુર રહેમાન, તનજીમ હસન સાકીબ, તસ્કીન અહેમદ, શોરીફુલ ઈસ્લામ, મોહમ્મદ સૈફુદ્દીન.
હોંગકોંગઃ યાસીમ મુર્તઝા (કેપ્ટન), બાબર હયાત, ઝીશાન અલી, નિઝાકત ખાન, નસરુલ્લા રાણા, માર્ટિન કોએત્ઝી, અંશુમાન રથ, કલ્હાન માર્ક ચલ્લુ, આયુષ આશિષ શુક્લા, મોહમ્મદ એજાઝ ખાન, અતીક ઉલ રહેમાન ઈકબાલ, કિંચિત શાહ, આદિલ મહમૂદ, હારૂન મોહમ્મદ અરશદ, અલી હસન, શાહિદ વાસીફ, ગઝનફર મોહમ્મદ, મોહમ્મદ વાહીદ, અનસ ખાન, એહસાન ખાન.
ઓમાન: જતિન્દર સિંહ (કેપ્ટન), હમ્મદ મિર્ઝા, વિનાયક શુક્લા, સુફિયાન યુસુફ, આશિષ ઓડેદરા, આમિર કલીમ, મોહમ્મદ નદીમ, સુફિયાન મહમૂદ, આર્યન બિશ્ત, કરણ સોનાવાલે, ઝિક્રિયા ઈસ્લામ, હસનૈન અલી શાહ, ફૈઝલ શાહ, મોહમ્મદ ઈમરાન, નદીમ ખાન, શકીલ અહેમદ, સમય શ્રીવાસ્તવ.
પાકિસ્તાનઃ સલમાન અલી આગા (કેપ્ટન), અબરાર અહમદ, ફહીમ અશરફ, ફખર જમાન, હરિસ રઉફ, હસન અલી, હસન નવાઝ, હુસૈન તલત, ખુશદિલ શાહ, મોહમ્મદ હારિસ, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ વસીમ જુનિયર, સાહિબજાદા ફરહાન, સૈમ અયુબ, સલમાન મિર્ઝા, શાહીન આફ્રિદી, સુફિયાન મુકીમ.
શ્રીલંકા: ચારિથ અસલંકા (કેપ્ટન), પથુમ નિસાન્કા, કુસલ મેન્ડિસ, કુસલ પરેરા, નુવાનીડુ ફર્નાન્ડો, કામિન્દુ મેન્ડિસ, કામિલ મિશ્રા, દાસુન શનાકા, વાનિન્દુ હસરાંગા, દુનિથ વેલાલાગે, ચમિકા કરુણારત્ને, મહેશ થીક્ષાના, દુષ્મંથા ચમીરા, બિનુરા ફર્નાન્ડો, નુવાન તુશારા, મથિશા પાથિરાના.
સંયુક્ત આરબ અમીરાતઃ મુહમ્મદ વસીમ (કેપ્ટન), અલીશાન શરાફુ, આર્યંશ શર્મા, આસિફ ખાન, ધ્રુવ પરાશર, એથન ડિસોઝા, હૈદર અલી, હર્ષિત કૌશિક, જુનેદ સિદ્દીકી, મતિઉલ્લા ખાન, મુહમ્મદ ફારૂક, મુહમ્મદ જવાદુલ્લાહ, મુહમ્મદ ઝોહૈબ, રાહુલ ચોપરા, મુહમ્મદ રોહીદ ખાન, સિમરનજીત સિંહ, સગીર ખાન.