રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીએ 4 જૂને બેંગ્લોરમાં થયેલી ભાગદોડની ઘટના પર પહેલીવાર પોતાનું મૌન તોડ્યું છે. આ દુ:ખદ અકસ્માતમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ઘણા ઘાયલ થયા હતા. આ ઘટના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર બની હતી જ્યારે RCB એ 18 વર્ષની લાંબી રાહ જોયા પછી IPL ટ્રોફી જીતી હતી. ઉજવણીની આ ક્ષણ થોડીવારમાં શોકમાં ફેરવાઈ ગઈ.
વિરાટ કોહલીએ મૌન તોડ્યું
RCB એ કોહલીનું નિવેદન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કર્યું. પૂર્વ કેપ્ટને અકસ્માતમાં જીવ ગુમાવનારા અને ઘાયલ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી. તેમણે વચન આપ્યું કે, ટીમ આગળ વધુ સાવધાની, આદર અને જવાબદારી સાથે કાર્ય કરશે. કોહલીનું નિવેદન ટીમની 'RCB CARES' પહેલનો એક ભાગ છે, જે હેઠળ ભીડ વ્યવસ્થાપનને સુધારવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે પગલાં લેવામાં આવશે.
વિરાટ કોહલીએ કહ્યું, 'જીવન ક્યારેય તમને 4 જૂને બનેલી હૃદયદ્રાવક ઘટનાઓ માટે તૈયાર કરતું નથી. તે અમારી ફ્રેન્ચાઇઝીના ઇતિહાસમાં સૌથી ખુશ ક્ષણ હોવી જોઈએ, પરંતુ તે એક દુર્ઘટનામાં ફેરવાઈ ગઈ. હું એવા પરિવારો માટે વિચારી રહ્યો છું અને પ્રાર્થના કરી રહ્યો છું જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે, અને ઘાયલ થયેલા ચાહકો માટે પણ. તમારું નુકસાન હવે અમારી વાર્તાનો ભાગ છે. આપણે બધા સાથે મળીને આગળ વધીશું - સાવધાની, આદર અને જવાબદારી સાથે.'
કેપ્ટન રજત પાટીદારે શું કહ્યું?
જ્યારે પણ હું RCB માટે બહાર નીકળું છું, ત્યારે તે જુસ્સા સાથે હોય છે, અને તે જુસ્સો તમારા તરફથી આવે છે. તમારા પ્રેમ, તમારા વિશ્વાસ અને તમારા અતૂટ સમર્થનથી. તમે હંમેશા અમારી સાથે ઉભા રહ્યા છો. અને મારા હૃદયના ઊંડાણથી, હું ઇચ્છું છું કે, તમે જાણો કે અમે પણ તમારી સાથે ઉભા છીએ. તમે બધા મારા વિચારો અને પ્રાર્થનામાં છો. આપણે બધા એકબીજાની સાથે રહીને, તો આપણને ફરીથી આપણી શક્તિ મેળવીશું.”