ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર આર.અશ્વિને નિવૃત્તિ જાહેર કર્યા બાદ વધુ એક દિગ્ગજ સ્પિનર અમિત મિશ્રાએ તેના નક્શે કદમ પર ચાલતા ઈન્ટરનેશનલ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિનું એલાન કરી દીધું છે. તે હવે આઈપીએલની સાથે ભારતની ડોમેસ્ટિક ક્રિકેટ પણ નહીં રમે. જોકે દુનિયાના અન્ય દેશોમાં રમાતી T20 ટુર્નામેન્ટમાં રમવા જઈ શકશે. ૉ
અમિત મિશ્રાએ પ્રેસ રીલિઝ જાહેર કરી
ભારતના સૌથી સફળ બોલરોમાં સામેલ અમિત મિશ્રાએ નિવૃત્તિ લેવાનું જે કારણ જણાવ્યું છે તે ખરેખર ચોંકાવનારું છે. તેણે કહ્યું કે આ નિર્ણય મેં વારંવાર ઈજાગ્રસ્ત થવા અને યુવાઓને મોટા મંચ પર ચમકવાની તક મળી શકે તે માટે લીધી છે. અમિત મિશ્રાએ આ અંગે એક પ્રેસ રીલિઝ પણ જાહેર કરી હતી.
IPLમાં 3 હેટ્રિક લેનારા એકમાત્ર બોલર
42 વર્ષના અમિત મિશ્રાની IPL કરિયર અત્યંત પ્રભાવશાળી અને યાદગાર રહી હતી. તેઓ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં 3 હેટ્રિક લેનારા એકમાત્ર બોલર છે, જે એક અનોખો રેકોર્ડ તેમના નામે કાયમ છે. તેમણે આ ટૂર્નામેન્ટમાં 162 મેચોમાં 174 વિકેટો ઝડપી હતી અને પોતાની ગૂગલી તેમજ ફ્લિપરથી બેટ્સમેનોને સતત હફાવ્યા હતા. આંતરરાષ્ટ્રીય સ્તરે મિશ્રાએ ભારત માટે 22 ટેસ્ટ, 36 વનડે અને 10 ટી20 આંતરરાષ્ટ્રીય મેચો રમી, જેમાં કુલ 156 વિકેટ લીધી હતી. તેમણે ભારત માટે છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 2017માં રમી હતી.