12 વર્ષ પછી, ભારત મહિલા વનડે વર્લ્ડ કપનું આયોજન કરવા માટે તૈયાર છે. ભારતીય ટીમ અને શ્રીલંકાની ટીમ વચ્ચે પહેલી મેચ 30 સપ્ટેમ્બરે ગુવાહાટીમાં રમાશે. આ પહેલા અહીં એક ભવ્ય ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવશે, જેમાં Shreya Ghoshal નું પર્ફોર્મન્સ હશે. ઉદ્ઘાટન મેચની સાથે રાઉન્ડ-રોબિન તબક્કાની તમામ મેચોની ટિકિટ ઓનલાઈન આવી ગઈ છે. ભારત ICC મહિલા ODI વર્લ્ડ કપ 2025નું યજમાન છે, જ્યારે પાકિસ્તાન તેની બધી મેચ શ્રીલંકાના કોલંબોમાં રમશે. ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચ પણ કોલંબોમાં યોજાશે. ટુર્નામેન્ટની બધી મેચ કુલ 5 સ્થળોએ રમાશે. જો પાકિસ્તાન ફાઇનલમાં પહોંચે છે, તો ફાઇનલ મેચ પણ શ્રીલંકામાં જ યોજાશે.
100 રૂપિયામાં ટિકિટ ઉપલબ્ધ છે
વર્લ્ડ કપ મેચોની ટિકિટનું વેચાણ ઓનલાઈન શરૂ થઈ ગયું છે. સ્ટેડિયમમાં ચાહકોની ભારે ભીડ જોઈ શકાય છે, કારણ કે, સૌથી ઓછી ટિકિટ માત્ર 100 રૂપિયામાં ઉપલબ્ધ છે. સ્ટેડિયમના મોટાભાગના સ્ટેન્ડ આ કિંમતે જ ઉપલબ્ધ થશે. ICC એ ઑફિશિયલ માહિતી આપી છે કે, ટિકિટની કિંમત 1.14 US ડોલર (100 રૂપિયા) છે, જેનું ઓનલાઈન વેચાણ શરૂ થઈ ગયું છે.
ટિકિટ કેવી રીતે બુક કરવી?
તમે tickets.cricketworldcup.com પર Google Pay દ્વારા ટિકિટ બુક કરી શકો છો. Google Pay યુઝર્સ માટે 4 દિવસની પ્રી-સેલ વિન્ડો છે, જે 8 સપ્ટેમ્બર સુધી ચાલશે. જાહેર વેચાણનો બીજો તબક્કો 9 સપ્ટેમ્બરથી શરૂ થશે. કૃપા કરીને નોંધ કરવી કે, પહેલા તબક્કામાં ફક્ત Google Pay યુઝર્સ જ રાઉન્ડ-રોબિન મેચો માટે ટિકિટ બુક કરાવી શકશે. બીજા તબક્કામાં, લીગ મેચોની ટિકિટ દરેક વ્યક્તિ બુક કરી શકે છે.
આ 5 સ્ટેડિયમમાં વર્લ્ડ કપ મેચો યોજાશે
DY Patil Stadium (નવી મુંબઈ)
Assam Cricket Association Stadium (ગુવાહાટી)
ACA–VDCA Cricket Stadium (વિશાખાપટ્ટનમ)
Holkar Stadium (ઇન્દોર)
R. Premadasa International Cricket Stadium (કોલંબો)
મહિલા ODI વર્લ્ડ કપ 2025 માં રમી રહેલી ટીમો
ભારત
ઓસ્ટ્રેલિયા
ઇંગ્લેન્ડ
ન્યૂઝીલેન્ડ
સાઉથ આફ્રિકા
શ્રીલંકા
બાંગ્લાદેશ
પાકિસ્તાન
બધી ટીમો રાઉન્ડ-રોબિનમાં દરેક ટીમ સાથે 1-1 મેચ રમશે, કુલ 28 મેચ હશે. આ પછી, પોઈન્ટ ટેબલની ટોપની 4 ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે અને અન્ય ટીમો બહાર થઈ જશે.