આઈસીસીએ બુધવારે તેની નવીનતમ રેન્કિંગ જાહેર કરી, જેમાં ODI ઓલરાઉન્ડર રેન્કિંગમાં મોટો ફેરફાર થયો. અફઘાનિસ્તાનના ખેલાડી અઝમતુલ્લાહ ઉમરઝાઈ પ્રથમ સ્થાનથી બીજા સ્થાને સરકી ગયો છે. તેમના સ્થાને ઝિમ્બાબ્વેના સિકંદર રઝા આવ્યા છે, જે 302 રેટિંગ સાથે ODI માં વિશ્વના નવા નંબર-1 ઓલરાઉન્ડર બન્યો છે.
સિકંદર રઝા ODIમાં બન્યો નંબર વન ઓલરાઉન્ડર
39 વર્ષીય સિકંદર રઝાએ ગયા અઠવાડિયે શ્રીલંકા સામે 2 ODI માં શાનદાર બેટિંગ કરી હતી. 29 ઓગસ્ટે રમાયેલી મેચમાં તેણે 92 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જોકે આ છતાં ઝિમ્બાબ્વે જીતી શક્યું ન હતું, પરંતુ ટીમ જીતની ખૂબ નજીક પહોંચી ગઈ હતી. 299 રનનો પીછો કરતા, ઝિમ્બાબ્વે લક્ષ્યથી માત્ર 8 રન દૂર હતું. આ પછી, રઝાએ 31 ઓગસ્ટે રમાયેલી મેચમાં અણનમ 59 રન બનાવ્યા હતા.
હાર્દિક પંડ્યા વિશ્વનો નંબર-ટી20 ઓલરાઉન્ડર
રવીન્દ્ર જાડેજા ટેસ્ટ ફોર્મેટમાં વિશ્વનો નંબર-1 ઓલરાઉન્ડર છે, પરંતુ આ યાદીના ટોપ-10માં પણ કોઈ ફેરફાર થયો નથી. જ્યારે હાર્દિક પંડ્યા વિશ્વનો નંબર-ટી20 ઓલરાઉન્ડર છે. તેના 252 રેટિંગ પોઈન્ટ છે. જોકે, અફઘાનિસ્તાનના મોહમ્મદ નબીને એક પોઈન્ટનો ફાયદો થયો છે, તે હવે T20 ઓલરાઉન્ડર રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી ગયો છે અને નેપાળના દીપેન્દ્ર સિંહ ત્રીજા સ્થાને સરકી ગયા છે.