Arshdeep Singh: એશિયા કપની 17 મી સીઝન 9 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. ભારતીય ટીમ આ ટુર્નામેન્ટમાં તેની પહેલી મેચ 10 સપ્ટેમ્બર, 2025ના રોજ UAE ની ટીમ સામે રમશે. જો અર્શદીપ સિંહ વિકેટ લેવામાં સફળ થાય છે, તો તે બે મોટી સિદ્ધિઓ હાંસલ કરશે. જાણો એ રેકોર્ડ વિશેની માહિતી.
T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 100 વિકેટ લેનાર ખેલાડી53 મેચ - રાશિદ ખાન - અફઘાનિસ્તાન
54 મેચ - સંદીપ લામિછાને - નેપાળ
63 મેચ - વાનિન્દુ હસરંગા - શ્રીલંકા
71 મેચ - હરિસ રૌફ - પાકિસ્તાન
72 મેચ - માર્ક અડાયર - આયર્લેન્ડ
ભારત તરફથી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા ખેલાડીઓ99 વિકેટ - અર્શદીપ સિંહ
96 વિકેટ - યુઝવેન્દ્ર ચહલ
94 વિકેટ - હાર્દિક પંડ્યા
90 વિકેટ - ભુવનેશ્વર કુમાર
89 વિકેટ - જસપ્રીત બુમરાહ
અર્શદીપ સિંહનો રેકોર્ડ
જો અર્શદીપ સિંહ વિકેટ લેવામાં સફળ થાય છે, તો તે બે મોટી સિદ્ધિઓ હાંસલ કરશે. UAE સામે વિકેટ લેતાની સાથે જ તે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 વિકેટ લેનાર ટીમ ઈન્ડિયાનો પ્રથમ ખેલાડી બનશે. આ ઉપરાંત, તે સૌથી ઓછી મેચોમાં 100 વિકેટ લેનાર વિશ્વનો ચોથો ખેલાડી બનશે. હાલમાં, ચોથા સ્થાને પાકિસ્તાનના ફાસ્ટ બોલર હરિસ રૌફ છે, જેમણે 71 મેચોમાં 100 T20I વિકેટ પ્રાપ્ત કરી છે. અને અત્યાર સુધીમાં અર્શદીપ સિંહે 63 મેચોમાં 99 વિકેટ લીધી છે. એટલે કે, આગામી મેચમાં એક વિકેટ લેતાની સાથે જ તે રૌફને પાછળ છોડી દેશે.