Shreyas Iyer Captain: ભારતીય ટીમ 16 સપ્ટેમ્બરથી Lucknow માં ઈન્ડિયા-A અને ઓસ્ટ્રેલિયા-A વચ્ચે એક અન્ઑફિશલ ટેસ્ટ મેચ રમાશે. ત્યાર બાદ, 23 સપ્ટેમ્બરથી Lucknow ના Ekana Cricket Stadium માં બીજી અન્ઑફિશલ ટેસ્ટ મેચ રમાશે. આ પછી, કાનપુરમાં ત્રણ ODI મેચ પણ રમાશે. જેમાથી ઈન્ડિયા-A ટીમની જાહેરાત થઈ ગઈ છે. જાણો તેમાં કયા-કયા ખેલાડીને ટીમમાં સ્થાન મળ્યું છે.
India-A ની સ્ક્વાડ:
Shreyas Iyer (કેપ્ટન), Abhimanyu Easwaran, N jagadeesan (વિકેટકીપર), Sai Sudharsan, Dhruv Jurel (વાઇસ-કેપ્ટન/વિકેટકીપર), Devdutt Padikal, Harsh Dubey, Ayush Badoni, Nitish Kumar Reddy, Tanush Kotian, Prasidh Krishna, Gurnoor Brar, khaleel Ahmed, Manav Suthar, Yash Thakur, KL Rahul* અને Mohammed Siraj*
KL Rahul* અને Mohammed Siraj*
બીજી મેચ માટે KL Rahul* અને Mohammed Siraj* ટીમમાં જોડાશે, જે પહેલા મેચના બે ખેલાડીઓને બદલે ટીમમાં સામેલ થશે.
Australia-A vs India-A નું સમયપત્રક
પ્રથમ 4-દિવસીય મેચ: 16 થી 19 સપ્ટેમ્બર, Lucknow
બીજી 4-દિવસીય મેચ: 23 થી 26 સપ્ટેમ્બર, Lucknow
પ્રથમ ODI: 30 સપ્ટેમ્બર, કાનપુર
બીજો ODI: 3 ઓક્ટોબર, કાનપુર
ત્રીજો ODI: 5 ઓક્ટોબર, કાનપુર
શ્રેયસ ઐયર હાલના સમયમાં ભારતીય ટીમ માટે ફક્ત ODI ક્રિકેટ રમતા જોવા મળ્યા છે. શ્રેયસ ઐયરે ફેબ્રુઆરી 2024 માં ઇંગ્લેન્ડ સામે ભારતીય ટીમ માટે છેલ્લી ટેસ્ટ રમી હતી. અને તેની છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય મેચ ડિસેમ્બર 2023 માં બેંગલુરુમાં ઓસ્ટ્રેલિયા સામે હતી. એવું લાગે છે કે ટીમ ઇન્ડિયામાં શ્રેયસ ઐયરની ભૂમિકા હવે ઓછી થઈ રહી છે અને યુવા ખેલાડીઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. શ્રેયસ ઐયર ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ભારત માટે રમતા જોઈ શકાય છે, જ્યાં ભારતીય ટીમ ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન ઓસ્ટ્રેલિયા ટીમ સામે ત્રણ ODI અને પાંચ T20 મેચ રમવાની છે.