logo-img
Bcci Doubles Revenue Adds Rs 14627 Crore In 5 Years

BCCI પાસે હાલ 20,686 કરોડ રૂપિયાનું ભંડોળ : 5 વર્ષમાં 14 હજાર કરોડથી વધુની કમાણી, જાણો શું છે સિક્રેટ

BCCI પાસે હાલ 20,686 કરોડ રૂપિયાનું ભંડોળ
Published by: Offbeat Team
| Last Updated: Sep 07, 2025, 06:57 AM IST

ટીમ ઈન્ડિયા પાસે હાલમાં ટાઇટલ સ્પોન્સર નથી, પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) આ પરિસ્થિતિને લઈને ચિંતિત નથી. કારણ કે BCCI પાસે એટલું મજબૂત નાણાકીય ભંડોળ છે કે તે વર્ષો સુધી કોઈ સ્પોન્સર વિના ટીમ ચલાવી શકે.

ક્રિકબઝના અહેવાલ મુજબ, BCCI એ છેલ્લા પાંચ વર્ષમાં 14,627 કરોડ રૂપિયા કમાયા છે. માત્ર નાણાકીય વર્ષ 2023-24માં જ બોર્ડની આવક 4,193 કરોડ રૂપિયા રહી હતી. હાલ BCCI પાસે 20,686 કરોડ રૂપિયાનું રોકડ બેલેન્સ છે.

રાજ્ય સંગઠનોને આપવામાં આવેલી માહિતી

BCCI દ્વારા રાજ્ય સંગઠનોના લેણાં ચૂકવ્યા બાદ આ આંકડા બહાર આવ્યા છે. 2019માં બોર્ડનું સામાન્ય ભંડોળ 3,906 કરોડ રૂપિયા હતું, જે હવે વધીને 7,988 કરોડ થયું છે. એટલે કે પાંચ વર્ષમાં લગભગ બમણું.

અહેવાલ મુજબ, 2024 AGMમાં રજૂ કરાયેલા એકાઉન્ટ સ્ટેટમેન્ટમાં જણાવાયું છે કે BCCIનું રોકડ અને બેંક બેલેન્સ 6,059 કરોડ રૂપિયાથી વધી 20,686 કરોડ રૂપિયા થઈ ગયું છે. આ આંકડો રાજ્ય સંગઠનોના બાકી લેણાં ચૂકવવા પહેલાંનો છે.

ઈનકમટેક્સ પણ ચૂકવશે

BCCIએ સ્પષ્ટ કર્યું છે કે તે વર્ષ 2023-24 માટે 3,150 કરોડ રૂપિયાનો આવકવેરો ચૂકવશે. બોર્ડની મુખ્ય આવક મીડિયા અધિકારો, સ્પોન્સરશિપ, IPL તથા ICC તરફથી મળતા હિસ્સામાંથી થાય છે.

વિશ્વના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડમાં ગણાતું BCCI ભારતમાં ક્રિકેટ સિસ્ટમ સંચાલિત કરે છે અને તાજેતરમાં યુવા પ્રતિભાઓને તક આપવા માટે નવી ટુર્નામેન્ટ પણ શરૂ કરી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now