એશિયા કપ 2025 ની ત્રીજી મેચ બાંગ્લાદેશ અને હોંગકોંગ વચ્ચે રમાઈ હતી. બાંગ્લાદેશે આ મેચ જીતીને એશિયા કપ 2025 ની શાનદાર શરૂઆત કરી છે. આ ટુર્નામેન્ટમાં બાંગ્લાદેશનો આ પહેલો મુકાબલો હતો, પરંતુ હોંગકોંગે તેનો બીજો મુકાબલો રમ્યો હતો. ટુર્નામેન્ટની બીજી મેચમાં પણ હોંગકોંગને હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર સાથે, એશિયા કપ 2025 માં હોંગકોંગની સફર લગભગ સમાપ્ત થઈ ગઈ છે.
ગ્રુપ-Aમાં છેલ્લા સ્થાને રહી ટીમ
હોંગકોંગની ટીમ છેલ્લા 21 વર્ષથી એશિયા કપમાં પોતાની પહેલી જીતની રાહ જોઈ રહી છે. 21 વર્ષ પછી પણ હોંગકોંગની ટીમ જીતી શકી નથી. એશિયા કપ 2025માં આ હોંગકોંગનો સતત બીજો પરાજય છે. અગાઉ, ટીમને અફઘાનિસ્તાન સામેની પહેલી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. સતત 2 મેચમાં હાર સાથે, હોંગકોંગની ટીમ ગ્રુપ-Aમાં છેલ્લા સ્થાને રહી છે.
હોંગકોંગની સતત 2 મેચમાં હાર
આ મેચમાં પહેલા બેટિંગ કરતા હોંગકોંગની ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 143 રન બનાવ્યા હતા. આ દરમિયાન હોંગકોંગ તરફથી બેટિંગ કરતી વખતે નિઝાકત ખાને 40 બોલમાં સૌથી વધુ 42 રન બનાવ્યા હતા. ઝીશાન અલીએ 30 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી બોલિંગ કરતી વખતે તસ્કિન અહેમદ, તન્ઝીમ હસન સાકિબ અને રિશાદે 2-2-2 વિકેટ લીધી હતી.