એશિયા કપ 2025 9 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. ટુર્નામેન્ટની પહેલી મેચ અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચે રમાશે. આ મેચ અબુ ધાબીના શેખ ઝાયેદ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો આ મેચ જીતીને ટુર્નામેન્ટની શરૂઆત કરવા માગશે. આ દરમિયાન તમને જણાવી દઈએ કે એશિયા કપ 2025ની પહેલી મેચ દરમિયાન અબુ ધાબીની પિચની સ્થિતિ શું હશે.
અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચે પ્રથમ મેચ
જો આપણે T20 ક્રિકેટમાં બંને ટીમોના હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચે અત્યાર સુધીમાં 5 મેચ રમાઈ છે. જેમાંથી હોંગકોંગની ટીમે 2 મેચ જીતી છે. અફઘાનિસ્તાનની ટીમે 3 મેચ જીતી છે. આ પરિસ્થિતિમાં હવે એ જોવું રસપ્રદ રહેશે કે એશિયા કપ 2025 ની પહેલી મેચ કઈ ટીમ જીતે છે.
કેવો છે પિચનો મિજાજ??
એશિયા કપની બધી મેચ દુબઈ અને અબુ ધાબીમાં રમાશે. અબુ ધાબીની પિચ દુબઈ કરતાં સ્પિનરો માટે ઓછી મદદરૂપ છે, તેથી અફઘાનિસ્તાનને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે કારણ કે તેમની બોલિંગ મોટાભાગે સ્પિનરો પર નિર્ભર છે. અબુ ધાબીમાં સાંજે હવામાન ગરમ અને ભેજવાળું રહેવાની ધારણા છે. મેચની બીજી ઈનિંગમાં ઝાકળ પડવાની પ્રબળ શક્યતા છે. આ પરિસ્થિતિમાં અહીં જે પણ કેપ્ટન ટોસ જીતે છે, તે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લેશે તેવી શક્યતા છે.