Dinesh Karthik Prediction On Asia Cup: એશિયા કપ 2025 ની શરૂઆત આજથી થવાની છે. પ્રથમ મેચ અફઘાનિસ્તાન અને હોંગકોંગ ની વચ્ચે રમાવાની છે. ભારતીય ક્રિકેટ ટીમની પ્રથમ મેચ 10 સપ્ટેમ્બર, બુધવારે UAE ની સામે છે. અનુભવી ખેલાડીઓ ટુર્નામેન્ટ વિશે પોતાની ભવિષ્યવાણી કરી રહ્યા છે. દિનેશ કાર્તિકના મતે, એશિયા કપમાં કયો બેટ્સમેન સૌથી વધુ રન બનાવશે અને કોણ સૌથી વધુ વિકેટ લેશે.
એશિયા કપમાં સૌથી વધુ રનભારતના પૂર્વ ક્રિકેટર દિનેશ કાર્તિકે એશિયા કપ 2025 માં સૌથી વધુ રન ફટકારનાર બેટ્સમેનમાં શુભમન ગિલનું નામ આપ્યું છે. ગિલે હાલમાં ઈંગ્લેન્ડના પ્રવાસમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. ગિલ એક વર્ષ પછી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી રહ્યો છે, જેની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. તેણે જુલાઈ 2024 માં શ્રીલંકા સામે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય T20 મેચ રમી હતી. શુભમન ગિલે IPL માં ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશીપ દરમિયાન 650 રન ફટકાર્યા હતા, તેની એવરેજ 50 હતી. ગિલની T20 આંતરરાષ્ટ્રીય કેરિયરની વાત કરીએ તો, ગિલે અત્યાર સુધીમાં 21 મેચ રમી છે, જેમાં તેના નામે 578 રન છે. તેમાં તેની એવરેજ 30.42 છે અને સ્ટ્રાઇક રેટ 139.27 છે.
એશિયા કપમાં સૌથી વધુ વિકેટદિનેશ કાર્તિકના મતે એશિયા કપ 2025 માં વરુણ ચક્રવર્તી સૌથી વધુ વિકેટ લેશે. તેમને વિશ્વાસ છે કે, આ વખતે ભારત એશિયા કપનો વિજેતા બનશે. ટીમ ઈન્ડિયાએ ગયા વર્ષે T20 વર્લ્ડ કપ (2024) ની ટ્રોફી જીતી હતી. ભારતે સતત 5 દ્વિપક્ષીય T20 સીરિઝ જીતી છે. વરુણ ચક્રવર્તીએ પોતાના સ્પિનથી શ્રેષ્ઠ બેટ્સમેનોને પણ મુશ્કેલીમાં મુક્યા છે. તેણે અત્યાર સુધીમાં 18 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં તેને 33 વિકેટ લીધી છે. તેમાં બે વાર 5 વિકેટ લીધી છે. દિનેશ કાર્તિકે જીતેશ શર્માને ટુર્નામેન્ટનો સરપ્રાઈઝ પ્લેયર કહ્યો છે.