logo-img
England Set A Special Record In T20i

T20I માં ઈંગ્લેન્ડે બનાવ્યો ખાસ રેકોર્ડ : દક્ષિણ આફ્રિકા સામે ઈંગ્લેન્ડે 304 રન બનાવ્યો રચ્યો ઇતિહાસ

T20I માં  ઈંગ્લેન્ડે બનાવ્યો ખાસ રેકોર્ડ
Published by: Offbeat Team
| Last Updated: Sep 13, 2025, 04:44 AM IST

હેરી બ્રુકના નેતૃત્વ હેઠળની ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકા સામેની બીજી T20Iમાં 300 રનનો આંકડો પાર કરીને ઇતિહાસ રચ્યો. આ પહેલી વાર હતું જ્યારે T20I માં કોઈ ફુલ મેમ્બર ટીમ સામે 300 રનનો સ્કોર બનાવાયો હોય.

ઈંગ્લેન્ડે 2 વિકેટે બનાવ્યા 304 રન

અગાઉ ટીમ ઇન્ડિયા 2024માં બાંગ્લાદેશ સામે 297 રન બનાવીને આ સીમાચિહ્ન હાંસલ કરતા ચૂકી ગઈ હતી. તે જ સમયે આ T20 ક્રિકેટના ઇતિહાસમાં ત્રીજો સૌથી મોટો સ્કોર છે. પહેલા બેટિંગ કરતા ઇંગ્લેન્ડે ફિલ સોલ્ટની તોફાની સદીના આધારે 2 વિકેટ ગુમાવીને 304 રન બનાવ્યા હતા, જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 158 રનના સ્કોર પર જ આઉટ થઈ ગઈ હતી.

ફિલ સોલ્ટ બન્યો મેન ઓફ ધ મેચ

સોલ્ટે 60 બોલમાં 15 ચોગ્ગા અને 8 જબરદસ્ત છગ્ગાની મદદથી 141 રનની અણનમ ઇનિંગ રમી, જ્યારે જેકબ બેથેલે 26 અને કેપ્ટન હેરી બ્રુકે અણનમ 41 રન બનાવ્યા. 305 રનના વિશાળ સ્કોરનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ સંપૂર્ણ 20 ઓવર પણ ટકી શકી નહીં. દક્ષિણ આફ્રિકા 16.1 ઓવરમાં 158 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ઇંગ્લેન્ડે 146 રનના માર્જિનથી મેચ જીતી લીધી જે ટી20 આંતરરાષ્ટ્રીયમાં ઇંગ્લેન્ડની સૌથી મોટી જીત અને દક્ષિણ આફ્રિકાની સૌથી મોટી હાર છે. ફિલ સોલ્ટને તેની શાનદાર ઇનિંગ બદલ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.

T20I મેચમાં અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર

344/4 ઝિમ્બાબ્વે વિરુદ્ધ ગામ્બિયા, નૈરોબી 2024

314/3 નેપાળ વિરુદ્ધ મંગોલિયા, હાંગઝોઉ 2023

304/2 ઈંગ્લેન્ડ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, માન્ચેસ્ટર 2025

297/6 ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ, હૈદરાબાદ 2024

286/5 ઝિમ્બાબ્વે વિરુદ્ધ સેશેલ્સ, નૈરોબી 2024

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now