એશિયા કપ 2025 ની 5મી મેચમાં બાંગ્લાદેશ વિરુદ્ધ શ્રીલંકા મેચ રમશે. એશિયા કપમાં શ્રીલંકાની ટીમનું પ્રદર્શન ખૂબ જ પ્રભાવશાળી છે. બીજી તરફ, બાંગ્લાદેશના ટાઇગર્સ પણ છેલ્લા કેટલાક વર્ષોમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે આ સ્પિન ફ્રેન્ડલી ટ્રેક પર શ્રીલંકા જીતે છે કે બાંગ્લાદેશ.
જાણો હેડ ટૂ હેડ રેકોર્ડ
બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે અત્યાર સુધીમાં T20 ફોર્મેટમાં કુલ 20 મેચ રમાઈ છે. જેમા શ્રીલંકાએ 12 મેચ જીતી છે. જ્યારે બાંગ્લાદેશ આઠ મેચમાં જીત મેળવવામાં સફળ રહ્યું હતું. જો એશિયા કપની વાત કરીએ તો, બંને ટીમો T20 અને ODI ફોર્મેટમાં સંયુક્ત રીતે 17 વખત આમનેસામને આવી છે. જ્યારે બાંગ્લાદેશની ટીમ માત્ર ત્રણ વાર જ મેચ જીતવામાં સફળ રહી છે.
પાકિસ્તાને ઓમાનને 93 રનથી હરાવ્યું
પાકિસ્તાનના ઓપનર સઈમ અયુબ ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થયા, જ્યારે ફરહાન 28 રન બનાવીને આઉટ થયા હતા. આ ઉપરાંત ફખર જમાને પણ 16 બોલમાં 23 રન બનાવીને ટીમના સ્કોરમાં મહત્વનો ફાળો આપ્યો હતો. પાકિસ્તાનના અન્ય બેટ્સમેનો જેમ કે મોહમ્મદ નવાઝ અને ફહીમ અશરફે પણ અંતમાં ઝડપી રન બનાવીને ટીમને 160 ના સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી.