એશિયા કપ 2025માં શુક્રવારે (19મી સપ્ટેમ્બર) ભારતીય ટીમે ઓમાન સામે 21 રનથી વિજય મેળવ્યો. આ મેચ અર્શદીપ સિંહ માટે યાદગાર હતી, તેણે આ મેચમાં પોતાની 100મી T20I વિકેટ પૂરી કરી હતી. આ સિદ્ધિ માટે તેમને આઠ મહિના રાહ જોવી પડી હતી, પરંતુ આખરે તેઓ 100 T20I વિકેટ લેનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા. ડાબા હાથના સીમર બોલરે 2022માં ન્યુઝીલેન્ડ સામે ડેબ્યૂ કર્યું હતું અને ત્યારથી તે ઝડપી ગતિએ વિકેટ લઈ રહ્યો છે.
4 ઓવરમાં 37 રન આપીને 1 વિકેટ લીધી
જાન્યુઆરી 2025માં ભારતે ઈંગ્લેન્ડ સામેની છેલ્લી બે મેચમાંથી અર્શદીપ સિંહને બહાર રાખ્યા બાદ તે 99 વિકેટ પર અટવાઈ ગયો હતો. એશિયા કપ પહેલા કોઈ T20I મેચ શેડ્યૂલ નહોતી, તેથી તેને આ રેકોર્ડ સુધી પહોંચવા માટે 8 મહિના રાહ જોવી પડી હતી. એશિયા કપમા અર્શદીપને ટુર્નામેન્ટના ત્રીજા ગ્રુપ-સ્ટેજ મેચમાં તક મળી. તેણે 4 ઓવરમાં 37 રન આપીને 1 વિકેટ લીધી.
64 મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી
અર્શદીપ સિંહ માત્ર 100 T20I વિકેટ લેનાર પ્રથમ ભારતીય જ નહીં, પણ આ ફોર્મેટમાં 100 વિકેટ લેનાર સૌથી ઝડપી ફાસ્ટ બોલર પણ બન્યો. તેણે માત્ર 64 મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી
T20Iમાં સૌથી ઝડપી 100 વિકેટ
રાશિદ ખાન – 53
સંદીપ લામિછાને – 54
વાનિન્દુ હસરંગા – 63
અર્શદીપ સિંહ – 64
રિઝવાન બટ્ટ – 66