એશિયા કપની 10મી મેચ કાલે દુબઈમાં પાકિસ્તાન અને યજમાન UAE વચ્ચે રમાઈ હતી. UAE ને 41 રનથી હરાવીને પાકિસ્તાન સુપર ફોરમાં ક્વોલિફાય થયું હતું. રવિવારે ભારત સાથે પાકિસ્તાનનો મુકાબલો પણ નક્કી થઈ ગયો છે. ટોસ જીત્યા બાદ UAE એ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પહેલા બેટિંગ કરતા પાકિસ્તાને UAE ને 147 રનનો લક્ષ્યાંક આપ્યો, જેમાં ફખર ઝમાનની ફિફ્ટી અને શાહીન આફ્રિદીની વિસ્ફોટક બેટિંગનો રહી હતી. જવાબમાં UAE 105 રનમાં ઓલઆઉટ થઈ ગયું.
જણાવી દઈએ કે આ મેચ નિર્ધારિત સમય કરતાં એક કલાક મોડી શરૂ થઈ હતી, કારણ કે પાકિસ્તાની ટીમે સાંજે 6 વાગ્યે મેચ રમવાનો ઇનકાર કર્યો હતો. જોકે, પાકિસ્તાની ટીમ પાછળથી મેચ માટે પહોંચી હતી. આ ગ્રુપમાંથી ભારત અને પાકિસ્તાનની ટીમો ક્વોલિફાય થઈ હતી, જ્યારે યુએઈ અને ઓમાન બહાર થઈ ગયા હતા. ભારત-પાકિસ્તાન મેચ 21 સપ્ટેમ્બરના રોજ રમાશે.આવી હતી UAE ની ઇનિંગ્સ
147 રનના જવાબમાં, UAE એ સારી શરૂઆત કરી. વસીમ અને શરાફુએ અમુક સારા શૉટ ફટકાર્યા. જોકે, ટીમને ત્રીજી ઓવરમાં શરાફુના રૂપમાં પહેલો ફટકો પડ્યો. કેપ્ટન વસીમ પણ સસ્તામાં આઉટ થયો. ઝોહૈબ પણ સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયો, ફક્ત 4 રન બનાવીને આઉટ થઈ ગયો. ત્યારબાદ રાહુલ ચોપરાએ 35 રન બનાવીને ઇનિંગને સ્થિર કરવાનો પ્રયત્ન કર્યો, જેને ધ્રુવનો સાથ મળ્યો. જોકે, બંને વિકેટ ગુમાવ્યા બાદ, UAE ની ઇનિંગ તૂટી ગઈ અને તેઓ મેચ હારી ગયા. આ હાર સાથે, UAEનું એશિયા કપ અભિયાન પણ સમાપ્ત થઈ ગયું છે.
યુએઈની વિકેટ પડીઃ 1-21 (અલીશાન શરાફુ, 2.3 ઓવર), 2-35 (મોહમ્મદ વસીમ, 4.3 ઓવર), 3-37 (મોહમ્મદ ઝોહૈબ, 5.3 ઓવર), 4-85 (ધ્રુવ પરાશર, 13.6 ઓવર), 5-88, (આસિફ ખાન, 13.6 ઓવર), 5-86, (રાહુલ ચોપરા, 15.4 ઓવર), 7-98 (હર્ષિત કૌશિક, 16.2 ઓવર), 8-103 (સિમરનજીત સિંહ, 17.1 ઓવર), 9-103 (હૈદર અલી, 17.3 ઓવર), 105-10 (મોહમ્મદ રોહિદ ખાન, 17.4 ઓવર)
આવી હતી પાકિસ્તાનની ઇનિંગ્સ
પહેલા બેટિંગ કરતા પાકિસ્તાનની શરૂઆત ખરાબ રહી. પાકિસ્તાનને પહેલી જ ઓવરમાં જ ફટકો પડ્યો જ્યારે સેમ અયુબ કોઈ રન બનાવ્યા વિના આઉટ થઈ ગયો. અયુબ ભારત સામે પણ પોતાનું ખાતું ખોલવામાં નિષ્ફળ ગયો હતો. ત્યારબાદ, ત્રીજી ઓવરમાં, પાકિસ્તાને બીજી વિકેટ ગુમાવી દીધી, જેમાં ફરહાન આઉટ થયો. ત્યારબાદ ફખર ઝમાને અડધી સદી ફટકારીને ઇનિંગ્સને સ્થિર કરવાનો પ્રયત્ન કર્યો. જોકે, પાકિસ્તાનનો રન રેટ ધીમો રહ્યો. જોકે, અંતિમ ઓવરોમાં, શાહીન શાહ આફ્રિદીની વિસ્ફોટક બેટિંગ, 14 બોલમાં 29 રન ફટકારીને, પાકિસ્તાનને 20 ઓવરમાં 146 રન સુધી પહોંચાડવામાં મદદ કરી.
પાકિસ્તાનની વિકેટઃ 1-3 (સેમ અયુબ, 0.5 ઓવર), 2-9 (સાહિબજાદા ફરહાન, 2.4 ઓવર), 3-70 (સલમાન આગા, 10.6 ઓવર), 4-86 (ફખર ઝમાન, 13.1 ઓવર), 5-88 (હસન નવાઝ, 9. 4 ઓવર), 5-88 (હસન નવાઝ, 13-4), 6-93 (ખુશદિલ શાહ, 15.1 ઓવર), 7-110 (મોહમ્મદ નવાઝ, 16.5 ઓવર), 8-128 (મોહમ્મદ હરિસ, 18.5 ઓવર), 9-146 (હરિસ રૌફ, 20.0 ઓવર)
સુપર ફોરની દ્રષ્ટિએ આ મેચ બંને ટીમો માટે મહત્વપૂર્ણ હતી. વિજય સાથે, પાકિસ્તાને ટીમ ઈન્ડિયા સાથે સુપર ફોર માટે ક્વોલિફાય કર્યું. પાકિસ્તાને ઓમાન સામે એશિયા કપ અભિયાનની શરૂઆત કરી, જેમાં તેને મોટા અંતરથી મેચ જીતી. જોકે, બીજી મેચમાં ભારત સામે તેમને આકરી હારનો સામનો કરવો પડ્યો.
મેચ પહેલા ઘણો ડ્રામા થયો.
મેચ શરૂ થવાના એક કલાક પહેલા, પાકિસ્તાની મીડિયાએ દાવો કર્યો હતો કે પાકિસ્તાન યુએઈ સામે મેચ નહીં રમે. ટીમ હોટલ છોડીને સ્ટેડિયમ પણ ગઈ ન હતી. પીસીબી મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટને હટાવવાની માંગ પર અડગ રહ્યું. જોકે, આઈસીસીએ તેમની માંગણીઓને અવગણી, અને પાકિસ્તાન આખરે મેચ રમવા માટે સંમત થયું. એન્ડી પાયક્રોફ્ટ રેફરી રહ્યા.