logo-img
Wac 2025 Neeraj Chopra Creates History

WAC 2025: નીરજ ચોપરાએ સર્જ્યો ઈતિહાસ : વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપની ફાઇનલમાં કરી એન્ટ્રી

WAC 2025: નીરજ ચોપરાએ સર્જ્યો  ઈતિહાસ
Published by: Offbeat Team
| Last Updated: Sep 18, 2025, 11:25 AM IST

ભારતના સ્ટાર જેવલિન થ્રોમાં નીરજ ચોપરાએ ટોક્યોમાં ચાલી રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપની ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. તેણે 84.85 મીટરના અંતરે ભાલો ફેંકી ફાઇનલમાં સ્થાન હાંસલ કર્યું હતું. જેમાં પહેલાં થ્રોમાં જ 84.5 મીટરનું ક્વોલિફિકેશન માર્ક નોંધાયું હતું. પરંતુ નીરજ ચોપરાએ 84.85 મીટરના અંતરે ભાલો ફેંક્યો હતો. ફાઇનલમાં નીરજ ચોપરાનો સામનો પાકિસ્તાનના અરશદ નદીમ સાથે થઈ શકે છે.

નીરજ ચોપરાએ 84.85 મીટરના અંતરે ભાલો ફેંક્યો

નીરજ ચોપરા સિવાય અન્ય કોઈપણ એથ્લેટ પહેલાં રાઉન્ડમાં ક્વોલિફાય થયો નથી. નીરજ ચોપરાના ગ્રૂપમાં છ એથ્લેટ હતા. હવે તે ગુરુવારે ફાઇનલ મુકાબલામાં ઉતરશે. પેરિસ ઓલિમ્પિક 2024 બાદ પ્રથમ વખત પાકિસ્તાનના અરશદ નદીમ સાથે ફાઇનલમાં મુકાબલો કરશે. પેરિસમાં અરશદે 92.97 મીટર થ્રો કરી ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે નીરજનો સર્વશ્રેષ્ઠ થ્રો 89.45 મીટરનો રહ્યો હતો. આ થ્રો સાથે તેણે સિલ્વર મેડલ જીત્યો હતો.

નીરજ ચોપરાએ ફાઇનલમાં સ્થાન હાંસલ કર્યું

ક્વોલિફિકેશન રાઉન્ડમાં નીરજ 19 એથ્લેટ ગ્રૂપ-એમાં હતો. જેમાં વેબર, વાલ્કોટ, વાડલેજ, સચિન યાદવ સામેલ હતાં. ગ્રૂપ બીમાં અરશદ નદીમ, પીટર્સ, યેગો, ધ સિલ્વા, રોહિત યાદવ, યશવીર સિંહ,અને શ્રીલંકાના ઉભરતા ખેલાડી રમેશ થરંગા પથિરગે હતા. આ બંને ગ્રૂપમાં નીરજ ટોપ-12 થ્રોઅર ફાઇનલમાં પહોંચનારા પ્રથમ એથ્લેટ હતા.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now