ભારતીય ટીમે એશિયા કપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમ ઈન્ડિયાએ બધી જ લીગ સ્ટેજની મેચ જીતવામાં સફળ રહી છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ સુપર ફોરમાં પ્રવેશ કર્યો હતો. હવે રવિવારે ભારતીય ટીમની મેચ પાકિસ્તાન સામે રમશે.ભારતીય ટીમના તમામ ખેલાડિએ શાનદાર પ્રદર્શન કર્યું છે, ત્યારે ભારતીય ટેસ્ટ ટીમનો સ્ટાર ઓપનર યશસ્વી જયસ્વાલને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. હવે જયસ્વાલે એશિયા કપની ટીમમાં સ્થાન ન મળતા મૌન તોડ્યું છે.
"મારો સમય પણ આવશે"
યશસ્વી જયસ્વાલે કહ્યું કે, 'આ બધુ સિલેક્ટર્સના હાથમાં હોય છે. તેઓ આને ટીમ કોમ્બિનેશનના દ્રષ્ટિકોણથી જુએ છે. હું મહેનત કરવાનું ચાલુ રાખીશ અને મને ખબર છે કે મારો સમય પણ આવશે. ત્યાં સુધી હું મારી જાત પર કામ કરતો રહીશ અને સુધારો કરતો રહીશ.'
ઓમાન સામે 21 રનથી વિજય
યશસ્વી જયસ્વાલે 23 T20 મેચોમાં 723 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ 164.31નો રહ્યો છે. આ દરમિયાન તેણે એક સદી અને પાંચ અડધી સદી ફટકારી છે. ભારતે શુક્રવારે ઓમાનને 21 રનથી હરાવ્યું અને એશિયા કપના ગ્રુપ લીગ તબક્કાનો અંત જીતની હેટ્રિક સાથે કર્યો. હવે ભારતીય ટીમ 48 કલાકથી ઓછા સમયમાં દુબઈમાં સુપર-4 મેચમાં પાકિસ્તાન સાથે ટકરાશે.