ભારતીય ટેસ્ટ ટીમના વાઈસ કેપ્ટન અને સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત ઈજા સામે ઝઝૂમી રહ્યા છે. તેમને 2025 એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની ચોથી ટેસ્ટમાં આ ઈજા થઈ હતી. પગની આ ઈજાએ પંતને લાંબા સમયથી મેદાનથી દૂર રાખ્યો છે. ફેન્સ તેને મેદાન પર પાછો જોવા માટે ઉત્સુક છે. રિષભ પંતની ફિટનેસ અંગે હવે એક મોટું અપડેટ સામે આવ્યું છે.
ઈંગ્લેન્ડ સામે ઈજા થઈ હતી
મળતી માહિતી અનુસાર રિષભ પંત દક્ષિણ આફ્રિકા સામેની ઘરેલુ ટેસ્ટ સિરિઝમાં મેદાનમાં પાછા ફરી શકે છે. હાલમાં, રિષભ પંત નેશનલ ક્રિકેટ એકેડેમી (NCA) માં પોતાની ફિટનેસ પર કામ કરી રહ્યા છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ સિરિઝ 2 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે, જેના કારણે પંત માટે ત્યાં રમવાની શક્યતા ઓછી છે.
વેસ્ટ ઈન્ડિઝ સામે જૂરેલને તક મળી શકે
દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સિરિઝ 14 નવેમ્બરથી શરૂ થઈ રહી છે, જેમાં પંત રમી શકે છે. ધ્રુવ જુરેલ વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ સિરિઝ માટે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે. ઈશાન કિશન બીજી વિકેટકિપર તરીકે ટીમમાં પંસદ થઈ શકે છે. જુરેલે તાજેતરમાં ઓસ્ટ્રેલિયા A સામે શાનદાર સદી ફટકારી હતી.