શહેર પોલીસ બેડામાં પ્રથમ નવરાત્રીએ જ શોકનો માહોલ છવાયો હતો. PIની હડકવાની સારવાર દરમિયાન મોત થયું હતું.
પોલીસ બેડામાં શોકનો માહોલ
મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર વનરાજ માંજરિયાને થોડા સમય પહેલાં તેમના પાલતુ શ્વાનનો નખ વાગવાથી હડકવા થયો હતો, PIની 3 દિવસ સુધી સારવાર ચાલી હતી.ત્યારબાદ તેમનું મૃત્યુ થયું હતું. આ અચાનક નિધનથી તેમના પરિવાર અને સમગ્ર અમદાવાદ પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઈ હતી.
આ બાબત ધ્યાનમાં રાખો
શ્વાન કરડે કે નખ મારે તેને હળવાશથી ન લેવું જોઈએ. તેની માટે કેટલાક પગલાં લેવા જોઈએ. સૌ પ્રથમ કરડેલા ભાગને સાબુ અને પાણીથી સારી રીતે ધોઈ લો. જો ઘા ઊંડો ન હોય તો તેને 10-15 મિનિટ સુધી વહેતા પાણી નીચે રાખો. આનાથી ચેપનું જોખમ ઓછું થાય છે.