એશિયા કપ 2025માં દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતીય ટીમે તેમના પાડોશી દેશને 6 વિકેટથી હરાવ્યું હતું. આ હાર બાદ પાકિસ્તાન ફરી એકવાર રડવા લાગ્યું છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમે હવે એક નવો કેસ લઈને ICCનો સંપર્ક કર્યો છે.
સલમાન આગાની ટીમે હવે ફખર ઝમાનના કેચ અંગે ફરિયાદ નોંધાવી છે. 14 સપ્ટેમ્બરના રોજ થયેલી હાર બાદ પાકિસ્તાને હાથ મિલાવવાના વિવાદ અંગે ICC અને ACCનો સંપર્ક કર્યો હતો. હવે પાકિસ્તાને ફખર ઝમાનના કેચને લઈને ICCને ફરિયાદ કરી છે.
PCBએ કેચને લઈ ICCમાં નોંધાવી ફરીયાદ
મીડિયા રિપોર્ટ મુજબ PCBનું કહેવું છે કે થર્ડ અમ્પાયર રુચિરા પલ્લીયાગુરુગેએ ફખરને નોટઆઉટ હોવા છતાં આઉટ જાહેર કર્યો હતો. પાકિસ્તાનની ઈનિંગની ત્રીજી ઓવરમાં હાર્દિક પંડ્યાનો 1 બોલ ફખરના બેટની અડીને બોલ સંજુ સેમસન ડાઈવ મારીને કેચ પકડ્યો હતો. આ કેચને થર્ડ અમ્પાયરે ઓપનરને આઉટ જાહેર કર્યો. પરંતુ ફખર થર્ડ અમ્પાયરના નિર્ણયથી ગુસ્સામાં જોવા મળ્યો હતો. પાકિસ્તાનના મુખ્ય કોચ માઈક હેસન પણ આ નિર્ણયથી નાખુશ જોવા મળ્યા હતા.
ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું
ભારતીય ટીમે સુપર 4 રાઉન્ડમાં પાકિસ્તાનને સરળતાથી 6 વિકેટથી હરાવ્યું હતું. પહેલા બેટિંગ કરતા પાડોશી દેશના બેટ્સમેનોએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 172 રનના ટાર્ગેટનો પીછો સાત બોલ બાકી રહેતા જ કરી લીધો હતો. અભિષેક શર્માએ ધમાકેદાર ઈનિંગ રમી, માત્ર 39 બોલમાં 74 રન બનાવ્યા હતા. જ્યારે શુભમન ગિલે પણ 28 બોલમાં 47 રન બનાવ્યા હતા.