ભારતીય ઓપનર અભિષેક શર્મા (74 રન, 39 બોલ) અને શુભમન ગિલ (47 રન, 28 બોલ)ની જોરદાર ઓપનિંગ ભાગીદારીથી ભારતે 172 રનના લક્ષ્યાંકનો પીછો સરળતાથી પૂર્ણ કર્યો. બંનેએ સાથે મળી 105 રન જોડી ટીમને મજબૂત શરૂઆત અપાવી. ભારતે 17.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કર્યો.
હરિસ રૌફનું વિવાદિત વર્તન
ભારતીય બેટ્સમેનો સામે પરાજયથી ગુસ્સે ભરાયેલા પાકિસ્તાની ફાસ્ટ બોલર હરિસ રૌફે બાઉન્ડ્રી પાસે ફિલ્ડિંગ કરતી વખતે આંગળીઓથી "6-0"નો ઈશારો કર્યો. આ વીડિયો વાયરલ થતાં સોશિયલ મીડિયા પર ભારે ટીકા થઈ.
ભાજપે પણ વીડિયો શેર કરી પાકિસ્તાન પર ટિપ્પણી કરી અને તેને "બ્રહ્મોસનો જવાબ" ગણાવ્યો.
મેચની મુખ્ય ઘટનાઓ
ભારતે સાત બોલ બાકી રહેતા મેચ જીતી.
ફહીમે ગિલને બોલ્ડ કરીને પહેલી સફળતા અપાવી.
હરિસ રૌફે સૂર્યકુમાર યાદવનો કેચ થર્ડ મેન પર કરાવ્યો, જેથી કેપ્ટન શૂન્ય પર આઉટ થયા.
લીગ મેચની જેમ જ, આ મુકાબલા પછી ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યો નહોતો.
રેફરીની હાજરી
ઝિમ્બાબ્વેના એન્ડી પાયક્રોફ્ટ મેચ રેફરી રહ્યા. ટોસ સમયે બંને કેપ્ટને તેમને ટીમ શીટ સોંપી હતી.