દુબઈમાં રમાઈ રહેલા એશિયા કપ 2025માં ભારત સામે સતત બે પરાજય બાદ, પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને PCB ચેરમેન મોહસીન નકવી અને પાકિસ્તાન આર્મી ચીફ અસીમ મુનીર પર કટાક્ષ કર્યો.
જેલમાં બંધ ઇમરાન ખાને મજાકમાં કહ્યું કે જો પાકિસ્તાન ખરેખર ભારતને હરાવવા માંગે છે, તો મોહસીન નકવી અને અસીમ મુનીરે જ ઇનિંગની શરૂઆત કરવી જોઈએ.
બહેન અલીમા ખાને કર્યો ખુલાસો
22 સપ્ટેમ્બરના રોજ પત્રકારો સાથે વાત કરતી વખતે, ઇમરાન ખાનની બહેન અલીમા ખાને આ ટિપ્પણીની વિગત આપી. તેમણે કહ્યું કે ઇમરાન ખાને જણાવ્યું –
“પાકિસ્તાન જો ક્રિકેટમાં ભારતને હરાવવું હોય, તો આર્મી ચીફ અસીમ મુનીર અને PCB ચેરમેન મોહસીન નકવીને ઓપનિંગ બેટિંગ કરવા મોકલવા જોઈએ. તેમની સાથે ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ કાઝી ફૈઝ ઇસા અને મુખ્ય ચૂંટણી કમિશનર સિકંદર સુલતાન રઝાને અમ્પાયર બનાવો.”
સતત હારથી પાકિસ્તાનમાં નિરાશા
ભારત સામે સતત બે પરાજય બાદ પાકિસ્તાનમાં ક્રિકેટ ચાહકોમાં ભારે નિરાશા ફેલાઈ છે. રાજકીય વર્તુળોમાં પણ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. ઇમરાન ખાને કટાક્ષના અંદાજમાં આપેલા આ નિવેદનને લઈને પાકિસ્તાનના સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચા ચાલી રહી છે.