GST બચત મહોત્સવની શુભકામનાઓ પાઠવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કરતા નવરાત્રિની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું કે, 22 સપ્ટેમ્બર નવરાત્રિનો પહેલો દિવસ છે અને આ દિવસે નવી નેક્સ્ટ જનરેશન જીએસટી લાગુ કરવામાં આવશે. આ પ્રસંગને ખાસ ગણાવતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ માત્ર ઉજવણીનો સમય નથી, પરંતુ આર્થિક વિકાસ અને કર સુધારાનો એક મહત્વપૂર્ણ તબક્કો પણ છે.
"એક રાષ્ટ્ર, એક ટેક્સ"
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, કે, ''બચત મહોત્સવ દરેક નાગરિકના પૈસા બચાવશે. જીએસટી બચત મહોત્સવ આવતીકાલથી શરૂ થઈ રહ્યો છે. દરેક ઘરમાં ખુશી ફેલાશે. કેન્દ્ર અને રાજ્ય સરકારોના પ્રયાસોથી આ શક્ય બન્યું છે. દરેક રાજ્યની ચિંતાઓને દૂર કરવામાં આવી છે. "એક રાષ્ટ્ર, એક ટેક્સ" નું સ્વપ્ન સાકાર થશે. કરવેરા જાળું એક સમસ્યા હતું, પરંતુ જીએસટી સુધારાએ બધું સરળ બનાવી દીધું છે''.
''આત્મનિર્ભરતાના માર્ગ પર ચાલવું જોઈએ''
PM મોદીએ કહ્યું કે, ઘર અને કાર ખરીદવી હવે સસ્તી થશે. હોટલ રૂમ પરનો ટેક્સ ઓછો થયો, મુસાફરી પણ સસ્તી થશે. આપણે 'નાગરિક દેવો ભવ' ના મંત્ર સાથે આગળ વધી રહ્યા છીએ,
''99% વસ્તુઓ પર હવે ફક્ત 5% ના દરે ટેક્સ લાદવામાં આવશે''
PMએ જણાવ્યું હતું કે, નવી GST વ્યવસ્થામાં હવે ફક્ત 5% અને 18% ના દરે કર સ્લેબ હશે. જેનાથી ખોરાક અને દવાઓ સહિતની બધી વસ્તુઓ સસ્તી થશે અથવા 5% ના દરે કર લાદવામાં આવશે. લગભગ 99% વસ્તુઓ પર હવે 5% ના દરે કર લાદવામાં આવશે. 25 કરોડ લોકોએ દેશની પ્રગતિમાં ફાળો આપ્યો છે, અને આ જૂથ નવા મધ્યમ વર્ગ તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. તેમના પોતાના સપના છે. આ વર્ષે, સરકારે ₹12 લાખ સુધીની આવકને કરમુક્ત કરીને એક મહત્વપૂર્ણ ભેટ આપી છે''.