Home International Us Court Imposes A Fine Of Rs 3100 Crore On Meta Know Why Such Tough Decision Was Taken

બાળકો માટે 'જોખમી' છે ફેસબુક-ઇન્સ્ટાગ્રામ? : US કોર્ટે Metaને ફટકાર્યો 3100 કરોડનો દંડ, જાણો કેમ લેવાયો આવો આકરો નિર્ણય

Social Media RisK
Published by: Nirali Gohil
Last Updated: Mar 25, 2026, 11:14 AM IST

Social Media Risk: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની માલિકી ધરાવતી કંપની મેટા (Meta) માટે અમેરિકાથી માઠા સમાચાર આવ્યા છે. અમેરિકાની એક કોર્ટે બાળકોની સુરક્ષા સાથે બાંધછોડ કરવા બદલ અને ગેરમાર્ગે દોરતી માહિતી આપવા બદલ મેટા પ્લેટફોર્મ્સ પર અંદાજે 375 મિલિયન ડોલર એટલે કે આશરે 3100 કરોડ રૂપિયાનો તોતિંગ દંડ ફટકાર્યો છે. ન્યૂ મેક્સિકોની અદાલતમાં ચાલેલી લાંબી સુનાવણી બાદ જ્યુરીએ માન્યું હતું કે કંપની જાણી જોઈને બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને સુરક્ષાને જોખમમાં મૂકી રહી હતી.

આ કેસમાં રજૂ કરવામાં આવેલી દલીલો અત્યંત ચોંકાવનારી છે. આરોપ મુજબ, મેટાને પહેલેથી જ ખબર હતી કે તેના પ્લેટફોર્મ્સ (ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ) બાળકો અને કિશોરો માટે માનસિક રીતે નુકસાનકારક સાબિત થઈ શકે છે, તેમ છતાં કંપનીએ આ માહિતી છુપાવી રાખી હતી. જ્યુરીએ નોંધ્યું કે કંપનીએ માત્ર પોતાના નફાને જ મહત્વ આપ્યું અને બાળકોની નબળાઈનો ફાયદો ઉઠાવી તેમને ગેરમાર્ગે દોર્યા હતા. ગ્રાહક સુરક્ષા નિયમોના વારંવાર થયેલા ઉલ્લંઘનને કારણે કોર્ટે દરેક ભૂલ માટે અલગ-અલગ દંડની ગણતરી કરીને આટલી મોટી રકમ ફટકારી છે.

નફા માટે બાળકોની સુરક્ષાને લગાવી દાવ પર?

અદાલતમાં એવી વિગતો સામે આવી છે કે મેટા પાસે એવા આંતરિક રિપોર્ટ્સ હતા જે સાબિત કરતા હતા કે સોશિયલ મીડિયાની લત બાળકોના સ્વાસ્થ્ય માટે જોખમી છે. આમ છતાં, પ્લેટફોર્મ પર સુરક્ષાના પૂરતા ફીચર્સ આપવાને બદલે કંપનીએ એવા અલ્ગોરિધમ્સ વિકસાવ્યા જે બાળકોને વધુ સમય સુધી સ્ક્રીન સામે જકડી રાખે. કોર્ટના મતે આ માત્ર એક ટેકનિકલ ભૂલ નથી, પરંતુ યુઝર્સના વિશ્વાસ સાથેનો દ્રોહ અને નિયમોનું ઉલ્લંઘન છે.

ટેક કંપનીઓ માટે લાલબત્તી: હવે કડક બનશે નિયમો

આ ચુકાદો સમગ્ર વિશ્વની ટેક કંપનીઓ માટે એક ચેતવણી સમાન માનવામાં આવે છે. નિષ્ણાતોનું માનવું છે કે આ નિર્ણય બાદ અમેરિકા સહિત વિશ્વના અન્ય દેશોમાં પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર બાળકોની સુરક્ષા બાબતે વધુ કડક કાયદાઓ લાગુ થઈ શકે છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવી સેવાઓ માટે હવે યુઝર્સની પ્રાઈવસી અને સુરક્ષાને લઈને પારદર્શકતા રાખવી અનિવાર્ય બની જશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ઈઝરાયેલનો અત્યાર સુધીનો સૌથી મોટો પ્રહાર
પીએમ મોદીની શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથે ટેલિફોનિક વાતચીત
'ભારત અન્ય ભાગીદારો જેવું નથી, તે એક ઉભરતી મહાશક્તિ છે'
ઈરાનમાં ક્યારે આવશે સત્તા પરિવર્તન?