Asia Cup T20 Record: એશિયા કપ હંમેશા એશિયન ક્રિકેટમાં પ્રતિષ્ઠા અને ઉત્તેજનાનું સૌથી મોટું પ્લેટફોર્મ રહ્યું છે. બેટિંગ કરતા ખેલાડીઓ હંમેશા દબાણમાં હોય છે, પરંતુ કેટલાક ખેલાડીઓ એવા હોય છે જે પોતાના વિસ્ફોટક શોટ્સથી રમતનો માર્ગ બદલી શકે છે. T20 ફોર્મેટમાં છગ્ગા ફટકારવવા બેટ્સમેનની તાકાત અને આત્મવિશ્વાસ બંનેનો પુરાવો આપે છે. જાણો T20 એશિયા કપમાં અત્યાર સુધી સૌથી વધુ છગ્ગા ફટકારનાર ખેલાડીઓ વિશેની માહિતી.
અભિષેક શર્મા - ભારતઆ યાદીમાં ટોચ પર યુવા ભારતીય બેટ્સમેન અભિષેક શર્મા છે. તેણે આ વર્ષે એશિયા કપ 2025 માં માત્ર પાંચ મેચમાં 17 છગ્ગા ફટકાર્યા છે, 248 રનની સાથે 206.66 નો સ્ટ્રાઇક રેટ દરેક બોલર સામે તેને આક્રમક બેટિંગ કરીને દર્શાવી છે. તેની ઇનિંગમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ સામે શાનદાર ઇનિંગ્સ સહિત અનેક મેચ વિનિંગ ઇનિંગ્સનો સમાવેશ થાય છે.
રહેમાનુલ્લાહ ગુરબાઝ - અફઘાનિસ્તાનઆ યાદીમાં બીજા ક્રમે અફઘાનિસ્તાનના વિકેટકીપર-બેટ્સમેન રહેમાનુલ્લાહ ગુરબાઝ છે. 2022 અને 2025 વચ્ચે રમાયેલી આઠ મેચમાં, ગુરબાઝે 15 છગ્ગા ફટકાર્યા છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 152.55 હતો અને તેનો શ્રેષ્ઠ સ્કોર 84 હતો. ગુરબાઝની ફાસ્ટ શરૂઆત ઘણીવાર અફઘાનિસ્તાનને મજબૂત સ્થિતિમાં લાવે છે.
બાબર હયાત - હોંગકોંગહોંગકોંગના સ્ટાર બેટ્સમેન બાબર હયાત આ યાદીમાં ત્રીજા ક્રમે છે. તેણે આઠ મેચમાં 14 છગ્ગા ફટકાર્યા છે અને 292 રન બનાવ્યા છે. તેનો સર્વોચ્ચ સ્કોર 122 હતો, જે એશિયા કપમાં અત્યાર સુધી એસોસિએટ રાષ્ટ્રના બેટ્સમેન દ્વારા સૌથી વધુ રનનું યોગદાન છે.
નજીબુલ્લાહ ઝદરાન - અફઘાનિસ્તાનઆગળ અફઘાનિસ્તાનના નજીબુલ્લાહ ઝદરાન આવે છે, જેમણે આઠ મેચમાં 13 છગ્ગા ફટકાર્યા છે. 176 રન બનાવનાર નજીબુલ્લાહ તેના ફિનિશિંગ શોટ્સ માટે જાણીતા છે.
રોહિત શર્મા - ભારતભારતના કેપ્ટન રોહિત શર્મા પણ આ યાદીમાં સામેલ છે. 2016 થી 2022 વચ્ચે રમાયેલી નવ મેચમાં, રોહિતે 12 છગ્ગા ફટકાર્યા છે. તેનો શ્રેષ્ઠ સ્કોર 83 હતો, અને તેમાં બે અર્ધ શતક પણ ફટકાર્યા છે. ભારતીય ટીમને મજબૂત શરૂઆત આપવામાં રોહિતની ઇનિંગ્સ હંમેશા મહત્વપૂર્ણ રહી છે.