IND vs WI Test Series: એશિયા કપ પછી, ભારત અને વેસ્ટ ઈન્ડિઝ સામે બે મેચની ટેસ્ટ સીરિઝ રમશે, જેના માટે BCCI એ ગુરુવારે ટીમની જાહેરાત કરી હતી. વેસ્ટ ઈન્ડિઝ બોર્ડે પહેલાથી જ તેમની ટીમની જાહેરાત કરી હતી. સીરિઝ શરૂ થવામાં એક અઠવાડિયા કરતાં પણ ઓછો સમય બાકી હોવાથી, વેસ્ટ ઈન્ડિઝ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ફાસ્ટ બોલર Shamar Joseph સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટે સોશિયલ મીડિયા પોસ્ટમાં આ જાહેરાત કરી. બોર્ડે તેના રિપ્લેસમેન્ટની પણ જાહેરાત કરી છે, જાણો માહિતી.
ઈજાને કારણે શમર જોસેફ બહાર
વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટે સોશિયલ મીડિયા પોસ્ટમાં આ જાહેરાત કરી. બોર્ડે એક નિવેદનમાં કહ્યું, "ઈજાને કારણે શમર જોસેફ બહાર થઈ ગયા છે અને બાંગ્લાદેશ સામેની સીરિઝ પહેલા તેની ફિટનેસનું ફરીથી મૂલ્યાંકન કરવામાં આવશે." 26 વર્ષીય શમર જોસેફે ગયા વર્ષે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને ઓસ્ટ્રેલિયા સામે પોતાના શાનદાર બોલિંગ પર્ફોર્મન્સથી વિશ્વભરમાં ઓળખ મેળવી હતી.
જોસેફના સ્થાને, Johann Layneજોહાન લેને હજુ સુધી વેસ્ટ ઈન્ડિઝ માટે કોઈપણ ફોર્મેટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો નથી. 22 વર્ષીય ઓલરાઉન્ડરે 19 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 32 ઇનિંગ્સમાં 495 રન બનાવ્યા છે અને 66 વિકેટ લીધી છે. ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં તેની એવરેજ 19.03 છે. તેણે 4 વખત પાંચ વિકેટ પ્રાપ્ત કરી છે. તેને ભારત સામે ડેબ્યૂ કરવાની તક મળી શકે છે.
વેસ્ટ ઈન્ડિઝ ટીમ: રોસ્ટન ચેઝ (કેપ્ટન), જોમેલ વોરિકન (વાઇસ-કેપ્ટન), કેવલોન એન્ડરસન, એલિક એથેનાઝ, જોન કેમ્પબેલ, ટેગેનારીન ચંદ્રપોલ, જસ્ટિન ગ્રીવ્સ, શાઈ હોપ, ટેવિન ઇમ્લાચ, અલ્ઝારી જોસેફ, જોહાન લેન, બ્રાન્ડન કિંગ, એન્ડરસન ફિલિપ, ખારી પિયર, જયડેન સીલ્સ.
ભારતની ટીમઃ શુભમન ગિલ (કેપ્ટન), રવીન્દ્ર જાડેજા (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, દેવદત્ત પડીક્કલ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), નારાયણ જગદીસન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, નીતીશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, કુલદીપ યાદવ.