IND vs PAK: UAE માં ચાલી રહેલ એશિયા કપ 2025 માં રવિવારે ભારત અને પાકિસ્તાનની વચ્ચે ફાઇનલ મેચ છે. જોકે, ભારતીય ટીમના દિગ્ગજો ખેલાડીઓને જોતાં બીજા ટીમના લોકોને સૌથી વધુ પ્રાર્થનાની જરૂર છે. આ ટુર્નામેન્ટમાં પહેલા પણ ભારત પાકિસ્તાનની બે મેચો રમાઈ જેમા, ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરીને તે બંને મેચમાં જીત મેળવી હતી. આ એશિયા કપ પહેલા થયેલા પહેલગામ હુમલાથી ભારતીયો હજુ ગુસ્સામાં છે, અને તે ગુસ્સો તો રહેશે. અને તે જ ગુસ્સામાં પાકિસ્તાનની ટીમને હારનો સામનો કરવો પડશે. જાણો આ પાંચ કારણો જેને લઈને શા માટે સામાન્ય માણસથી લઈને ઉચ્ચ વર્ગ સુધી, બાળકોથી લઈને વૃદ્ધો સુધી, દરેક વ્યક્તિ એવું માની રહ્યું છે કે પાકિસ્તાન ચોક્કસપણે હારશે.
પ્રથમ કારણ: કોઈ યુક્તિ કામ ન આવી, પણ જીતની હેટ્રિક તો છે જ!શરૂઆતની બંને મેચોમાં, ભારતીય ટીમે પાકિસ્તાનને બતાવ્યું કે, તેઓ ક્યાં ઉભા છે. પહેલી મેચમાં તેમને 7 વિકેટથી હરાવીને, પછી સુપર-4 માં ફરીથી 6 વિકેટથી હરાવીને, બતાવ્યું કે ટીમ ઈન્ડિયા જીતની હેટ્રિક માટે તૈયાર છે. પહેલી બે મેચમાં પાકિસ્તાનની કોઈ પણ યુક્તિ કામ ન આવી. ન તો ગેરવર્તણૂક કે ન તો બીજું કંઈ. અને હવે ભારત રવિવારે હેટ્રિક હાંસલ કરશે.
બીજું કારણ: સારી બેટિંગનું પ્રદર્શનભારતીય ઓપનર અભિષેક શર્મા ફાઇનલ પહેલા ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં સામેલ છે. પરંતુ પાકિસ્તાન પાસે સાહિબજાદા ફરહાન પણ છે, પરંતુ તે બંને અજોડ છે. કેપ્ટન સૂર્યકુમારે ભલે અગાઉની મેચોમાં સારું પ્રદર્શન ન કર્યું હોય, પરંતુ તે શું કરી શકે છે તે એ હકીકત પરથી સ્પષ્ટ થાય છે કે, અભિષેક શર્મા, તિલક વર્મા અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ T20 રેન્કિંગમાં ટોપના પાંચ બેટ્સમેનોમાં સામેલ છે, જ્યારે એક પણ પાકિસ્તાની ખેલાડી સામેલ નથી.
ત્રીજું કારણ: વિશ્વના શ્રેષ્ઠ બોલિંગ યુનિટપાકિસ્તાન શરૂઆતથી જ તેના બોલરો વિશે ખૂબ જ આકારમક રહ્યું છે, પરંતુ કુલદીપ યાદવે, નંબર વન બોલર તરીકે 13 વિકેટો લઈને, બતાવ્યું છે કે, ભારત પાસે પણ સારા બોલરો છે. ભારત પાસે વિસ્ફોટક જસપ્રિત બુમરાહ છે, અને ICC બોલિંગના નંબર 1 બોલર વરુણ ચક્રવર્તી પણ ભારતીય ટીમ પાસે છે. જે પોતાની મીસ્ટ્રી સ્પિનથી બધાને અચંબિત કરે છે.
ચોથું કારણ: વિશ્વનો શ્રેષ્ઠ ઓલરાઉન્ડરહાર્દિક પંડ્યાનું પ્રદર્શન અત્યાર સુધી તેના રેન્કિંગ મુજબ રહ્યું નથી તે સાચું છે, પરંતુ 238 પોઈન્ટ સાથે T20 રેન્કિંગમાં નંબર વન પર તેનું સ્થાન કોઈ અજીબોગરીબ વાત નથી. જ્યારે મોટા સ્ટેજની વાત આવે છે, ત્યારે હાર્દિકના બેટ અને બોલનો અનુભવ અલગ હોય છે. તેનું બેટથી ઘણી વિસ્ફોટક ઇનિંગ રમી છે, અને જ્યારે બોલિંગથી પણ ખૂબ શાનદાર પ્રદર્શન કરી બતાવ્યું છે. 2024 ના T20 વર્લ્ડ કપ ફાઇનલમાં ક્લાસેન અને મિલર બંને સેટ બૅટ્સમૅનને આઉટ કર્યા હતા. અને ભારતીય ટીમને T20I ચેમ્પિયન બનાવાયું.
પાંચમું કારણ: ભારતનો રેકોર્ શ્રેષ્ઠ છેપાકિસ્તાન સામે ભારતની જીતનું પાંચમું સૌથી મોટું કારણ T20I માં ભારતનો તેમની સામે ઉત્તમ રેકોર્ડ છે. 2007 માં આ ફોર્મેટની શરૂઆતથી, જ્યારે પણ પાકિસ્તાન ટીમ ઈન્ડિયાનો સામનો કરી રહ્યું છે, ત્યારે ભારતે તેમને સંપૂર્ણપણે હરાવ્યા છે. બંને દેશો વચ્ચે રમાયેલી 15 મેચોમાંથી, ભારતે 11 જીતી છે, જ્યારે પાકિસ્તાને ફક્ત 3 મેચોમાં જીત મેળવી શકી છે.