એશિયા કપ 2025ની લાંબા સમયથી રાહ જોવાતી ફાઇનલ મેચ આજે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહી છે. આ ટુર્નામેન્ટમાં બંને દેશો વચ્ચે આ ત્રીજો મુકાબલો છે. ભારતે અગાઉની બંને મેચોમાં પાકિસ્તાન પર વિજય મેળવ્યો છે, તેથી આજનો મુકાબલો નક્કી કરશે કે આ વખતે ટ્રોફી કોના હાથમાં જશે.
ક્યાં જોઈ શકાશે મેચ?
ફાઇનલનું લાઇવ પ્રસારણ SonyLIV એપ પર થઈ રહ્યું છે. એપનું સબ્સ્ક્રિપ્શન ન હોવા છતાં પણ દર્શકો કેટલાક મોબાઇલ અને બ્રોડબેન્ડ રિચાર્જ પ્લાન દ્વારા મફતમાં જોઈ શકે છે.
ફ્રી SonyLIV ઍક્સેસ સાથેના પ્લાન
Jio Fiber : ₹599 (30 Mbps) અને ₹899 (100 Mbps) પ્લાન સાથે SonyLIV ઍક્સેસ ઉપલબ્ધ.
Vi પ્રીપેડ : ₹95, ₹408 અને ₹999ના રિચાર્જ સાથે મોબાઇલ-ઓનલિ સબ્સ્ક્રિપ્શન.
Vi Max 5G પોસ્ટપેઇડ : ₹751થી શરૂ થતા પ્લાનોમાં પ્રીમિયમ SonyLIV મફત.
Airtel Xstream Play : 22થી વધુ OTT એપ્સની ઍક્સેસ સાથે. ₹979 પ્લાનમાં Xstream Play પ્રીમિયમ, અનલિમિટેડ કોલિંગ, દરરોજ 2GB ડેટા, મફત SMS અને 84 દિવસ માટે અનલિમિટેડ 5G ઇન્ટરનેટ.
દર્શકો માટે સુવર્ણ તક
ક્રિકેટ પ્રેમીઓ માટે આ ઐતિહાસિક મુકાબલો મફતમાં જોવા એક અનોખો મોકો છે. યોગ્ય રિચાર્જ પ્લાન પસંદ કરીને તમે તમારા મોબાઇલ કે ટીવી સ્ક્રીન પર ભારત-પાકિસ્તાન ફાઇનલનો જીવંત પ્રસારણ માણી શકો છો.