logo-img
Ind Vs Wi Special Arrangements To Welcome The Indian Team

IND vs WI; ભારતીય ટીમના સ્વાગત માટે ખાસ આયોજન! : જાણો ઇંડિયન ટેસ્ટ ટીમ અમદાવાદ ક્યારે આવશે

IND vs WI; ભારતીય ટીમના સ્વાગત માટે ખાસ આયોજન!
Published by: Offbeat Team
| Last Updated: Sep 29, 2025, 11:32 AM IST

IND vs WI: એશિયા કપ 2025 ની ફાઈનલમાં પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને ભારતીય ટીમ હવે ટેસ્ટ ક્રિકેટ તરફ વળી રહી છે. દુબઈમાં અજેય રહેલી ભારતીય ટીમ આવતીકાલે વહેલી સવારે સીધી અમદાવાદ પહોંચી જશે, જ્યાં વેસ્ટ ઈન્ડીઝ સામેની બે ટેસ્ટ મેચોની સિરીઝ 2 ઓક્ટોબરથી શરૂ થવાની છે.

દુબઈથી સીધી અમદાવાદ આવશે ટીમ ઈન્ડિયા

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ એશિયા કપની સેલિબ્રેશન પછી સીધા અમદાવાદ એરપોર્ટ પર ઊતરશે. ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલ, લોકલ સ્ટાર્સ જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલ, સાથે જ કુલદીપ યાદવ પણ સાથે આવશે. હેડ કોચ ગૌતમ ગંભીર અને અન્ય સપોર્ટ સ્ટાફ પણ અહીં જ ટીમમાં જોડાશે.

ITC નર્મદા હોટલમાં રોકાણ, ખાસ વેલકમની તૈયારી

ભારતીય ટીમનો સ્ટે આ વખતે અમદાવાદની ITC નર્મદા હોટલમાં જ રાખવામાં આવ્યો છે. દરેક વખતે ટીમ ઈન્ડિયાને ખાસ વેલકમ આપતી આ હોટલ આ વખતે પણ એશિયા કપ જીત્યા પછી ખેલાડીઓને અનોખું સરપ્રાઈઝ આપી શકે છે. બીજી તરફ, વેસ્ટ ઈન્ડીઝની ટીમ પહેલાથી જ અમદાવાદમાં હાજર છે અને તેમનો સ્ટે તાજ સ્કાયલાઇન હોટલમાં છે.

કઈ મેચ કયા સ્ટેડિયમમાં?

વેસ્ટ ઈન્ડીઝ સામેની ટેસ્ટ સિરીઝ માટે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. યુવા બેટ્સમેન શુભમન ગિલને કેપ્ટન બનાવાયો છે, જ્યારે રિષભ પંતની ગેરહાજરીમાં ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા વાઇસ-કેપ્ટનની ભૂમિકા નિભાવશે. પ્રથમ ટેસ્ટ મેચ 2 ઓક્ટોબરથી 6 ઓક્ટોબર સુધી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. અને બીજી ટેસ્ટ મેચ 10 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર સુધી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.

WTC માં મહત્વપૂર્ણ મેચો

આ સિરીઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2025-27 નો ભાગ છે. હાલમાં ભારત ત્રીજા ક્રમે છે, જ્યારે વેસ્ટ ઈન્ડીઝ છઠ્ઠા ક્રમે છે. ભારતે હાલમાં ઇંગ્લેન્ડ સામેની 5 મેચોની સિરીઝ 2-2 થી ડ્રો કરી હતી. આ ભારતની પ્રથમ હોમ WTC સિરીઝ હશે, જ્યારે વેસ્ટ ઈન્ડીઝ માટે આ વિદેશી જમીન પર પહેલી સિરીઝ છે.

7 વર્ષ પછી ભારતમાં વેસ્ટ ઈન્ડીઝ

વેસ્ટ ઈન્ડીઝની ટીમ 7 વર્ષ બાદ ભારતમાં ટેસ્ટ સિરીઝ રમવા આવી છે. છેલ્લી વખત 2018 માં ભારતે તેમને 2-0 થી હરાવી હતી.

વેસ્ટ ઈન્ડીઝ ટીમ (ટેસ્ટ સ્ક્વોડ)

રોસ્ટન ચેઝ (કેપ્ટન), તેજનારાયણ ચંદ્રપોલ, બ્રેન્ડન કિંગ, કેવલોન એન્ડરસન, શાઈ હોપ, જોન કેમ્પબેલ, એલિક એથનાસ, ટેવિન ઇમલાક, જસ્ટિન ગ્રીવ્સ, એન્ડરસન ફિલિપ, અલ્ઝારી જોસેફ, જોહાલ લિન, જેડન સીલ્સ, ખૈરી પિયરી, જોમેલ વારિકન.

ભારતીય ટીમ (ટેસ્ટ સ્ક્વોડ)

શુભમન ગિલ (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા (વાઇસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કે. એલ. રાહુલ, સાઈ સુદર્શન, દેવદત્ત પડિકલ, ધ્રુવ જૂરેલ (વિકેટકીપર), નારાયણ જગદીશન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, નીતિશકુમાર રેડ્ડી, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણ, કુલદીપ યાદવ.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now