Pakistan's Test Squad Against South Africa Announced: પાકિસ્તાન ક્રિકેટ ટીમની 12 ઓક્ટોબરથી સાઉથ આફ્રિકા સામે શરૂ થનારી ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27 ના ભાગ રૂપે બે ટેસ્ટ મેચની સીરિઝ માટે 18 ખેલાડીઓની સ્ક્વાડની જાહેરાત કરી છે. શાન મસૂદ ટીમની કેપ્ટનસી ચાલુ રાખશે, જ્યારે ત્રણ અનકેપ્ડ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. બે ટેસ્ટ મેચની સીરિઝ પછી 28 ઓક્ટોબરથી 8 નવેમ્બર દરમિયાન ત્રણ T20 અને 3 મેચોની ODI સીરિઝ રમશે. વ્હાઇટ બોલની સીરિઝ માટે ટીમની જાહેરાત હજુ કરવામાં આવી નથી.
ટેસ્ટ મેચની તારીખ અને સ્ટેડિયમ
ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25 ના ચેમ્પિયન સાઉથ આફ્રિકા, 12 થી 16 ઓક્ટોબર દરમિયાન લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ ખાતે પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાન સામે ટકરાશે, જ્યારે બીજી ટેસ્ટ 20 થી 24 ઓક્ટોબર દરમિયાન રાવલપિંડીના રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.
પાકિસ્તાનની ટ્રેનિંગ ક્યારથી શરૂ કરશે?
પ્રી-સિરીઝ કેમ્પ માટેના ખેલાડીઓ આજે બુધવાર, 8 ઓક્ટોબર સુધી રેડ-બોલ હેડ કોચ અઝહર મહમૂદ અને NCA કોચ હેઠળ તાલીમ લેશે. હાલમાં પૂર્ણ થયેલા ACC મેન્સ T20 એશિયા કપમાં ભાગ લેનારા ખેલાડીઓ 4 ઓક્ટોબરે ટીમમાં જોડાશે.
પાકિસ્તાનની સ્ક્વાડ: શાન મસૂદ (કેપ્ટન), આમિર જમાલ, અબ્દુલ્લા શફીક, અબરાર અહેમદ, આસિફ આફ્રિદી, બાબર આઝમ, ફૈઝલ અકરમ, હસન અલી, ઇમામ-ઉલ-હક, કામરાન ગુલામ, ખુર્રમ શહઝાદ, મોહમ્મદ રિઝવાન (વિકેટ-કીપર), નોમાન અલી, રોહેલ નઝીર (વિકેટ-કીપર), સાજિદ ખાન, સલમાન અલી આગા, સઈદ શકીલ અને શાહીન શાહ આફ્રિદી.
દક્ષિણ આફ્રિકાનો પાકિસ્તાન પ્રવાસ
તારીખ | ફોર્મેટ | સ્ટેડિયમ |
---|---|---|
12-16 ઓક્ટોબર 2025 | 1st ટેસ્ટ | ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર |
20-24 ઓક્ટોબર 2025 | 2nd ટેસ્ટ | રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ, રાવલપિંડી |
28 ઓક્ટોબર 2025 | 1st T20I | રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ, રાવલપિંડી |
31 ઓક્ટોબર 2025 | 2nd T20I | ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર |
1 નવેમ્બર 2025 | 3rd T20I | ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર |
4 નવેમ્બર 2025 | 1st ODI | ઇકબાલ સ્ટેડિયમ, ફૈસલાબાદ |
6 નવેમ્બર 2025 | 2nd ODI | ઇકબાલ સ્ટેડિયમ, ફૈસલાબાદ |
8 નવેમ્બર 2025 | 3rd ODI | ઇકબાલ સ્ટેડિયમ, ફૈસલાબાદ |