Indian Cricket Team: ભારતીય ટીમે એશિયા કપ 2025ની ફાઇનલ જીતીને સ્વદેશ પરત ફરી છે. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ, ટીમે ગ્રુપ સ્ટેજમાં બધી મેચો, સુપર-4 અને ફાઇનલમાં ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ફાઇનલમાં પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને એશિયા કપ 2025 ભારતીય ટીમે 9મી વખત જીત મેળવી. ફાઇનલમાં તિલક વર્માને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો, જેણે 69 રનની અણનમ ઇનિંગ રમી હતી. અભિષેક શર્માને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.
સૂર્યકુમાર યાદવકેપ્ટનથી શરૂઆત કરીએ તો, સૂર્યકુમાર યાદવને એશિયા કપમાં છ મેચમાં બેટિંગ કરવાનો મોકો મળ્યો. તેણે UAE સામે 7 રન બનાવીને અણનમ રહ્યો, જ્યાં લક્ષ્ય ઓછું હતું. ત્યારબાદ તેણે પાકિસ્તાન સામે 47 રનની સારી ઇનિંગ રમી, પરંતુ ત્યાર પછીની ચાર ઇનિંગમાં ફક્ત 18 રન બનાવી શક્યો. તેણે ફાઇનલમાં ફક્ત 1 જ રન બનાવી શક્યો.
અભિષેક શર્માએશિયા કપ 2025 માં અભિષેક શર્મા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો, તેણે પોતાની ઇનિંગ્સથી પ્રભાવિત કર્યા. પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે જાહેર કરાયેલા અભિષેક શર્માએ સુપર ફોરની ત્રણેય મેચમાં અર્ધ શતક ફટકાર્યા હતા. જોકે, તે ફાઇનલમાં ફક્ત પાંચ રન જ બનાવી શક્યો હતો. સુપર ફોરમાં તેણે પાકિસ્તાન સામે 74, બાંગ્લાદેશ સામે 75 અને શ્રીલંકા સામે 61 રન ફટકાર્યા હતા. તેણે ટુર્નામેન્ટમાં સાત ઇનિંગ્સમાં 314 રન બનાવ્યા હતા.
હાર્દિક પંડ્યાઅનુભવી ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ તેની બોલિંગથી પ્રભાવિત કર્યા, પરંતુ તેની બેટિંગ નિષ્ફળ ગઈ. હાર્દિક પંડયા ઈજાને કારણે ફાઇનલ રમી શક્યો ન હતો, અને તે પહેલાં તેણે એશિયા કપ 2025 માં ચાર ઇનિંગ્સમાં ફક્ત 48 રન બનાવ્યા હતા.
વરુણ ચક્રવર્તીવરુણ ચક્રવર્તીએ એશિયા કપમાં 6 મેચમાં 7 વિકેટ લીધી હતી. વિકેટો બહુ ઓછી હોવા છતાં, તેનો પ્રભાવ નોંધપાત્ર હતો. વરુણ ખૂબ જ ઇકોનોમિકલ બોલર હતો, તેણે શ્રીલંકા સામે 31 રન આપ્યા હતા, જે ટુર્નામેન્ટમાં તેને સૌથી વધુ રન પડ્યા હતા. આ ટુર્નામેન્ટ દરમિયાન, વરુણ વર્લ્ડનો નંબર 1 T20I બોલર બન્યો.
તિલક વર્માફાઇનલમાં, તિલક વર્માએ ટુર્નામેન્ટની પોતાની એકમાત્ર અર્ધ શતક ફટકાર્યું, જે અગાઉ શ્રીલંકા સામે 49 રન પર અણનમ રહ્યો હતો. તેણે સુપર ફોરમાં પાકિસ્તાન સામે 30 રનની ઇનિંગ પણ રમી હતી. તેણે ટુર્નામેન્ટમાં છ ઇનિંગમાં કુલ 213 રન ફટકાર્યા હતા.
કુલદીપ યાદવસ્પિનર કુલદીપ યાદવના સ્પિન બોલે દરેક ટીમના બેટ્સમેનોને મુશ્કેલીમાં મુક્યા હતા. તેણે એશિયા કપ 2025 ની પહેલી મેચમાં ચાર વિકેટ લીધી હતી અને પાકિસ્તાન સામેની ફાઇનલમાં ચાર વિકેટ લીધી હતી. તેણે સાત મેચમાં કુલ 17 વિકેટો લીધી હતી. કુલદીપ યાદવ એશિયા કપનો સૌથી પ્રભાવશાળી બોલર રહ્યો હતો.
જસપ્રીત બુમરાહજસપ્રીત બુમરાહ એશિયા કપમાં પાંચ મેચ રમ્યો હતો, તેણે 5 મેચમાં કુલ 7 વિકેટો પ્રાપ્ત કરી. ફાઇનલમાં બુમરાહે 25 રન આપીને બે વિકેટ મેળવી.
શુભમન ગિલઆ ટુર્નામેન્ટમાં ઓપનિંગ બેટ્સમેન ગિલ સૌથી ઓછો રમાયો ખેલાડી હતો, કારણ કે તેની પસંદગી અંગે પ્રશ્નો ઉભા થયા હતા. ઘણા ચાહકો ઇચ્છતા હતા કે, શ્રેયસ ઐયરની પસંદગી થાય. જોકે, શુભમન ગિલે એશિયા કપ 2025 ની તમામ સાત મેચ રમી હતી. તેની સૌથી મોટી ઇનિંગ સુપર ફોરમાં પાકિસ્તાન સામેની હતી, જેમાં તેણે 47 રન બનાવ્યા હતા. તે ઉપરાંત, તેના બેટનું પ્રદર્શન સારું રહ્યું ન હતું. તેણે ટુર્નામેન્ટમાં સાત મેચમાં 127 રન ફટકાર્યા હતા.