ICC Women's ODI World Cup 2025: 2025 મહિલા વનડે વર્લ્ડ કપની શરૂઆત આજથી ભારત વિરુદ્ધ શ્રીલંકા મેચ સાથે થઈ રહી છે. વિશ્વની આઠ સૌથી મજબૂત ટીમો વચ્ચે રમાશે આ ટુર્નામેન્ટ, તેમની વચ્ચે કુલ 31 મેચ રમાશે. ભારત ઉપરાંત, શ્રીલંકા પણ યજમાન છે. જાણો મહિલા વનડે વર્લ્ડ કપનું શેડ્યૂલ, ટીમો, મેચોના સ્થળ, ટીમ vs ટીમ, ઇનામની રકમ, લાઇવ ટેલિકાસ્ટ અને લાઇવ સ્ટ્રીમિંગ વિગતો.
મહિલા વનડે વર્લ્ડ કપ 2025 ફોર્મેટ અને ટીમો
મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025 રાઉન્ડ-રોબિન ફોર્મેટમાં રમાશે, જેમાં ટોપની ચાર ટીમો નોકઆઉટ સ્ટેજમાં જશે અને બાકીની ચાર ટીમો બહાર થઈ જશે. રાઉન્ડ-રોબિન ફોર્મેટ હેઠળ, દરેક ટીમ ટુર્નામેન્ટમાં અન્ય તમામ ટીમો સામે એક મેચ રમશે, એટલે કે દરેક ટીમ કુલ સાત મેચ રમશે. પોઈન્ટ ટેબલમાં ટોપની ચાર ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. મહિલા વનડે વર્લ્ડ કપની ટીમોમાં ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે.
મહિલા વનડે વર્લ્ડ કપ 2025 સ્થળો
Dr D.Y. પાટિલ સ્ટેડિયમ (નવી મુંબઈ)
આસામ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ (ગુવાહાટી)
ACA–VDCA સ્ટેડિયમ (વિશાખાપટ્ટનમ)
હોલ્કર સ્ટેડિયમ (ઇન્દોર)
R. પ્રેમાદાસા ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ સ્ટેડિયમ (કોલંબો)
મહિલા ODI વર્લ્ડ કપ 2025નું સંપૂર્ણ શેડ્યૂલ
તારીખ | વાર | ટીમ vs ટીમ | સ્થળ |
---|---|---|---|
30 સપ્ટેમ્બર 2025 | મંગળવાર | India vs Sri Lanka | ગુવાહાટી |
1 ઑક્ટોબર 2025 | બુધવાર | Australia vs New Zealand | ઈન્દોર |
2 ઑક્ટોબર 2025 | ગુરુવાર | Bangladesh vs Pakistan | કોલંબો |
3 ઑક્ટોબર 2025 | શુક્રવાર | England vs South Africa | ગુવાહાટી |
4 ઑક્ટોબર 2025 | શનિવાર | Sri Lanka vs. Australia | કોલંબો |
5 ઑક્ટોબર 2025 | રવિવાર | India vs Pakistan | કોલંબો |
6 ઑક્ટોબર 2025 | સોમવાર | New Zealand vs South Africa | ઈન્દોર |
7 ઑક્ટોબર 2025 | મંગળવાર | Bangladesh vs England | ગુવાહાટી |
8 ઑક્ટોબર 2025 | બુધવાર | Australia vs Pakistan | કોલંબો |
9 ઑક્ટોબર 2025 | ગુરુવાર | India vs South Africa | વિશાખાપટ્ટનમ |
10 ઑક્ટોબર 2025 | શુક્રવાર | Bangladesh vs New Zealand | ગુવાહાટી |
11 ઑક્ટોબર 2025 | શનિવાર | Sri Lanka vs England | કોલંબો |
12 ઑક્ટોબર 2025 | રવિવાર | India vs Australia | વિશાખાપટ્ટનમ |
13 ઑક્ટોબર 2025 | સોમવાર | Bangladesh vs South Africa | વિશાખાપટ્ટનમ |
14 ઑક્ટોબર 2025 | મંગળવાર | Sri Lanka vs New Zealand | કોલંબો |
15 ઑક્ટોબર 2025 | બુધવાર | England vs Pakistan | કોલંબો |
16 ઑક્ટોબર 2025 | ગુરુવાર | Australia vs Bangladesh | વિશાખાપટ્ટનમ |
17 ઑક્ટોબર 2025 | શુક્રવાર | Sri Lanka vs South Africa | કોલંબો |
18 ઑક્ટોબર 2025 | શનિવાર | New Zealand vs Pakistan | કોલંબો |
19 ઑક્ટોબર 2025 | રવિવાર | India vs England | ઈન્દોર |
20 ઑક્ટોબર 2025 | સોમવાર | Bangladesh vs Sri Lanka | નવી મુંબઈ |
21 ઑક્ટોબર 2025 | મંગળવાર | Pakistan vs South Africa | કોલંબો |
22 ઑક્ટોબર 2025 | બુધવાર | Australia vs England | ઈન્દોર |
23 ઑક્ટોબર 2025 | ગુરુવાર | India vs New Zealand | નવી મુંબઈ |
24 ઑક્ટોબર 2025 | શુક્રવાર | Sri Lanka vs Pakistan | કોલંબો |
25 ઑક્ટોબર 2025 | શનિવાર | Australia vs South Africa | ઈન્દોર |
26 ઑક્ટોબર 2025 | રવિવાર | England vs New Zealand | વિશાખાપટ્ટનમ |
26 ઑક્ટોબર 2025 | રવિવાર | India vs Bangladesh | નવી મુંબઈ |
29 ઑક્ટોબર 2025 | બુધવાર | Semi Final-1 | ક્વોલિફિકેશનના આધારે |
30 ઑક્ટોબર 2025 | ગુરુવાર | Semi Final-2 | ક્વોલિફિકેશનના આધારે |
2 નવેમ્બર 2025 | રવિવાર | Final | ક્વોલિફિકેશનના આધારે |
2025 મહિલા વિશ્વ કપ માટે તમામ ટીમોની સ્ક્વોડ
ભારત: હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), પ્રતિકા રાવલ, હરલીન દેઓલ, જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ, ઉમા છેત્રી, રેણુકા સિંહ ઠાકુર, દીપ્તિ શર્મા, સ્નેહ રાણા, શ્રી ચરાણી, રાધા યાદવ, અમનજોત કૌર, અરુંધતી રેડ્ડી, ક્રાંતિ ગૌડ.
રિઝર્વ ખેલાડીઓઃ તેજલ હસબનીસ, પ્રેમા રાવત, પ્રિયા મિશ્રા, મિન્નુ મણિ, સયાલી સતઘરે.
ઓસ્ટ્રેલિયા: એલિસા હીલી (કેપ્ટન), ડાર્સી બ્રાઉન, એશ ગાર્ડનર, કિમ ગાર્થ, હીથર ગ્રેહામ, અલાના કિંગ, ફોબી લિચફિલ્ડ, તાહલિયા મેકગ્રા, સોફી મોલિનેક્સ, બેથ મૂની, એલિસ પેરી, મેગન શુટ, એનાબેલ સધરલેન્ડ, જ્યોર્જિયા વોલ, જ્યોર્જિયા વેરહેમ.
બાંગ્લાદેશ: નિગાર સુલ્તાના જોટી (કેપ્ટન), નાહિદા અખ્તર, ફરઝાના હક, રૂબિયા હૈદર ઝેલિક, શર્મિન અખ્તર સુપ્તા, શોભના મોસ્તારી, રિતુ મોની, શોર્ના અખ્તર, ફાહિમા ખાતુન, રાબેયા ખાન, મારુફા અખ્તર, ફારીહા ઈસ્લામ ત્રિસ્ના, શાંઝીદા અખ્તર મગલા, નિશિતા અખ્તર નિશી, સુમૈયા અખ્તર.
ઈંગ્લેન્ડ: નેટ સાયવર-બ્રન્ટ (કેપ્ટન), એમ આર્લોટ, ટેમી બ્યુમોન્ટ, લોરેન બેલ, એલિસ કેપ્સી, ચાર્લી ડીન, સોફિયા ડંકલી, સોફી એક્લેસ્ટોન, લોરેન ફાઇલર, સારાહ ગ્લેન, એમી જોન્સ, હીથર નાઈટ, એમ્મા લેમ્બ, લિન્સે સ્મિથ, ડેની વ્યાટ-હોજ.
ન્યુઝીલેન્ડ: સોફી ડિવાઇન (કેપ્ટન), સુઝી બેટ્સ, એડન કાર્સન, ફ્લોરા ડેવોનશાયર, ઇઝી ગેઝ, મેડી ગ્રીન, બ્રુક હેલિડે, બ્રી ઇલિંગ, પોલી ઇંગ્લિસ, બેલા જેમ્સ, મેલી કેર, જેસ કેર, રોઝમેરી મેર, જ્યોર્જિયા પ્લિમર, લી તાહુહુ.
પાકિસ્તાન: ફાતિમા સના (કેપ્ટન), મુનીબા અલી સિદ્દીકી (વાઈસ-કેપ્ટન), આલિયા રિયાઝ, ડાયના બેગ, આઈમાન ફાતિમા, નશરા સુંધુ, નતાલિયા પરવેઝ, ઓમાઈમા સોહેલ, રમીન શમીમ, સદાફ શમાસ, સાદિયા ઈકબાલ, શવાલ ઝુલ્ફીકાર, સિદરા અમીન, સિદરા નવાઝ, સૈયદા અરુબ શાહ.
રિઝર્વ ખેલાડીઓઃ ગુલ ફિરોઝા, નાઝીહા અલ્વી, તુબા હસન, ઉમ્મ-એ-હાની, વહીદા અખ્તર.
દક્ષિણ આફ્રિકા: લૌરા વોલ્વાર્ડ (કેપ્ટન), અયાબોન્ગા ખાકા, ક્લો ટ્રાયોન, નાદીન ડી ક્લાર્ક, મેરિઝાન કેપ, તાઝમીન બ્રિટ્સ, સિનાલો જાફ્તા, નોનકુલુલેકો મ્લાબા, એન્નેરી ડેર્કસેન, એન્નેકે બોશ, મસાબતા ક્લાસ, સુને લુસ, કારાબો મેસેઓ, તુમી સેખુખુને, નોન્ડુમિસો શાંગાસે.
રિઝર્વ ખેલાડીઓઃ મિયાં સ્મિત.
શ્રીલંકા: ચમારી અથાપથુ, હસિની પરેરા, વિશામી ગુણરથને, હર્ષિતા સમરવિક્રમા, કવિશા દિલહારી, નીલાક્ષિકા સિલ્વા, અનુષ્કા સંજીવની, ઈમિષા દુલાની, દેવમી વિહંગા, પિયુમી વથસાલા, ઈનોકા રણવીરા, સુગંદિકા દાસનાયકા, ઉદેશિકા પ્રબોધની, મલ્કી મદારા, અચિની કુલસૂરિયા.
રિઝર્વ ખેલાડીઓઃ ઇનોશી ફર્નાન્ડો.
મહિલા વર્લ્ડ કપ 2025 ની ઈનામી રકમની યાદી
વિજેતા: 4,480,000 ડોલર
ઉપવિજેતા: 2,240,000 ડોલર
સેમિફાઇનલિસ્ટ: 1,120,000 ડોલર
5મા અને 6ઠ્ઠા ક્રમે રહેલી ટીમો: 700,000 ડોલર
7મા અને 8મા ક્રમે રહેલી ટીમો: 280,000 ડોલર
લાઈવ પ્રસારણ અને લાઇવ સ્ટ્રીમિંગ કયા થશે?
2025 મહિલા ODI વર્લ્ડ કપ માટે બ્રોડકાસ્ટ પાર્ટનર્સ Star Sports અને JioHotstar છે. લાઈવ પ્રસારણ Star Sports ચેનલ પર અને JioHotstar પર લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે.