Abhishek Sharma New Car: ટીમ ઈન્ડિયાએ એશિયા કપ 2025 માં પાકિસ્તાનને હરાવીને નવમી વખત એશિયા કપ જીત્યો. ફાઇનલમાં તિલક વર્મા હીરો રહ્યા હતા, જ્યારે સમગ્ર ટુર્નામેન્ટનો સ્ટાર ઓપનર અભિષેક શર્મા હતો, જેણે સાત ઇનિંગ્સમાં 314 રન બનાવ્યા હતા અને તેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો હતો. મેદાન પર જ તેના શાનદાર પ્રદર્શન માટે તેને ચમકતી નવી Haval H9 SUV આપવામાં આવી હતી.
ગિલ સાથે નવી કારમાં એન્ટ્રી
અભિષેક શર્માને આ લક્ઝરી કાર મળતાની સાથે જ તેનો પહેલો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. વીડિયોમાં, અભિષેક ડ્રાઇવરની સીટ પર બેઠો જોવા મળે છે, તેની બાજુમાં તેનો બાળપણનો મિત્ર અને ઓપનિંગ પાર્ટનર શુભમન ગિલ બેઠો છે. બંનેના ચહેરા પર સ્મિત અને આનંદ સ્પષ્ટપણે દર્શાવે છે કે, આ ક્ષણ તેમના માટે કેટલી ખાસ છે.
અભિષેક શર્માની કારની ખાસિયત
અભિષેક શર્માને ભેટમાં મળેલી Haval H9 SUV દરેક રીતે ખાસ છે. ચીની ઓટોમોબાઈલ કંપની GWM (ગ્રેટ વોલ મોટર્સ) દ્વારા ઉત્પાદિત, આ કાર તેના લક્ઝરી ફીચર્સ માટે જાણીતી છે. તે એક આરામદાયક 7-સીટર SUV છે. તેમાં પ્રીમિયમ 10-સ્પીકર સાઉન્ડ સિસ્ટમ સામેલ છે. 14.6 ઇંચની મોટી ટચસ્ક્રીન, વાયરલેસ ચાર્જિંગ અને 360-ડિગ્રી કેમેરા જેવી હાઇટેક ફીચરનો સમાવેશ થાય છે. બ્લાઇન્ડ સ્પોટ સેન્સર અને અદ્યતન સેફટી ફીચર્સ તેને વધુ ખાસ બનાવે છે. સાઉદી અરેબિયાની ઑફિશલ વેબસાઇટ અનુસાર, ભારતમાં આ કારની અંદાજિત કિંમત આશરે ₹33.60 લાખ છે.