logo-img
Ind Vs Wi Live Broadcast And Live Streaming Platforms Changed Know Complete Information

INDvsWI; લાઈવ પ્રસારણ અને લાઈવ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ બદલાયા! : પ્રથમ ટેસ્ટ મેચ લાઈવ ક્યાં જોવી? જાણો સંપૂર્ણ માહિતી

INDvsWI; લાઈવ પ્રસારણ અને લાઈવ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ બદલાયા!
Published by: Offbeat Team
| Last Updated: Oct 01, 2025, 06:29 AM IST

IND vs WI 1st Test Live Streaming: T20 ફોર્મેટમાં એશિયા કપ જીત્યા પછી, ટીમ ઈન્ડિયા હવે વેસ્ટ ઈન્ડિઝ સામે બે મેચની ટેસ્ટ સીરિઝ રમશે. શુભમન ગિલના ઇંગ્લેન્ડમાં ઐતિહાસિક પ્રદર્શન બાદ, કેપ્ટન તરીકે આ તેની પ્રથમ ઘરેલું ટેસ્ટ સીરિઝ હશે. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના 2025-27 ચક્રમાં આ ભારતની પ્રથમ ઘરેલું ટેસ્ટ સીરિઝ પણ છે.

ટીમ ઈન્ડિયા હાલમાં શું કરી રહી છે?

એશિયા કપ જીત પછી, ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન શુભમન ગિલ સોમવારે રાત્રે અમદાવાદ પહોંચ્યા. મંગળવારે, ગંભીરે તમામ ખેલાડીઓની પ્રેક્ટિસનું નિરીક્ષણ કર્યું, અને ગિલે નેટમાં પણ સખત મહેનત કરી રહ્યો હતો. જોકે, મંગળવારે જસપ્રીત બુમરાહે આરામ કર્યો.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ ક્યારે અને ક્યાં રમાશે?

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ મેચ 2 ઓક્ટોબરથી 6 ઓક્ટોબર સુધી અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ મેચ કેટલા વાગ્યે શરૂ થશે?

ટોસ 2 ઓક્ટોબરના રોજ સવારે 9:00 વાગ્યે થશે. અને પાંચેય દિવસ મેચો સવારે 9:30 વાગ્યે શરૂ થશે.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝની સીરિઝનું લાઈવ પ્રસારણ અને લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે?

એશિયા કપ મેચોનું લાઈવ પ્રસારણ Sony Sports Network ચેનલો પર કરવામાં આવ્યું હતું, પરંતુ વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ સીરિઝનું લાઈવ પ્રસારણ આ ચેનલ પર કરવામાં આવશે નહીં. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ ટેસ્ટ મેચનું લાઈવ પ્રસારણ Star Sports નેટવર્ક પર કરવામાં આવશે. અને એશિયા કપનું લાઈવ સ્ટ્રીમિંગ Sony Liv એપ પર થતું હતું. પણ હવે ભારત અને વેસ્ટ ઈન્ડિઝની ટેસ્ટ સીરિઝનું લાઈવ સ્ટ્રીમિંગ JioHotstar એપ અને વેબસાઇટ પર કરવામાં આવશે.

ભારતીય ટીમની સ્ક્વાડ

બૅટ્સમૅનોની લિસ્ટ: શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિક્કલ, સાઈ સુદર્શન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), નારાયણ જગદીસન (વિકેટકીપર).

ઓલ-રાઉન્ડરોની લિસ્ટ: રવિન્દ્ર જાડેજા (વાઇસ-કેપ્ટન), અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર.

બોલિંગ યુનિટ: જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના.

વેસ્ટ ઈન્ડિઝ ટીમની સ્ક્વાડ: રોસ્ટન ચેઝ (કેપ્ટન), ટેવિન ઈમલાચ (વિકેટકીપર), શાઈ હોપ (વિકેટકીપર), એલિક એથેનાસે, બ્રાન્ડન કિંગ, જોન કેમ્પબેલ, કેવલોન એન્ડરસન, તેજનારીન ચંદ્રપોલ, જોહાન લાઈન, જસ્ટિન ગ્રીવ્સ, ખારી પિયર, એન્ડરસન ફિલિપ, જેડેન સીલ્સ, જેડિયા બ્લેડ્સ, જોમેલ વોરિકન.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now