Government Scheme: ભારત સરકાર દેશના લોકો માટે વિવિધ યોજનાઓ ચલાવે છે. આ નીતિઓ વિવિધ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઘડવામાં આવે છે. જેમાંથી એક નિરાધાર વૃદ્ધ સહાય યોજના છે. આ યોજનામાં જે વૃદ્ધનો કોઈ આધાર નથી તેમણે સરકાર તરફથી દર મહિને 750 રૂપિયાની સહાયતા કરવામાં આવે છે. તો તેના વિશે જાણીએ...
નિરાધાર વૃદ્ધ સહાય યોજના માટે જરૂરી પુરાવા
અરજદારની આવકનો દાખલો/પ્રમાણપત્ર (1,50,000 થી ઓછી આવક)
અરજદારનું રેશનકાર્ડે
અરજદારનું આધારકાર્ડ અને વોટીંગ કાર્ડ
અરજદારના પતિ/પત્નીનું આધારકાર્ડ, વોટીંગકાર્ડ (જો હયાત હોય તો)
અરજદારના દરેક સંતાનોના આધારકાર્ડ, વોટીંગકાર્ડ
અરજદારનું લાઇટબીલ/વેરાબીલ
અરજદારને સંતાનમાં પુત્ર નથી અથવા દિવ્યાંગ પુત્ર છે તેનું સોગંધનામું/એફિડેવિટ
અરજદારની ઉમરનો પુરાવો (શાળા છોડયાનું પ્રમાણપત્ર/જન્મનો દાખલો/સિવિલ સર્જન નું પ્રમાણપત્ર)
અરજદારનો પાસપોર્ટ સાઈઝ ફોટો
2 સાક્ષીઓના આધારકાર્ડ, વેરાબિલ અને પાસપોર્ટ સાઈઝ ફોટા(પંચનામું કરવા તલાટીશ્રીના જણાવ્યા અનુસાર સાક્ષીને રૂબરૂ લઇ જવા)
ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી?
તમારા વિસ્તારને લગતી મામલતદારની કચેરી/તાલુકા વિકાસ અધિકારીની કચેરીએ જઈને ફોર્મ ભરીને અરજી કરી શકો છો.





















